Sabarkantha: કોરોના વચ્ચે પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા, પોશીનાનાં નાડા ગામે વરધોડાનો વિડીયો વાયરલ

|

Jun 14, 2021 | 12:44 PM

Sabarkantha : પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમા વરઘોડાનો વીડિયો વાયરલ (Video viral) થયો છે.વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ છે.આ વરધોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈડર (Idar)ના ડીવાયએસપી (DYSP)એ તપાસના આદેશ આપ્યા છે.

Sabarkantha : પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમા વરઘોડાનો વીડિયો વાયરલ (Video viral) થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સ (Social distance) અને માસ્કનો અભાવ છે. આ વરધોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈડર (Idar)ના ડીવાયએસપી (DYSP)એ તપાસના આદેશ આપ્યા છે.

દેશમાં કોરોના કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે સરકાર દ્વારા પણ ધીરે ધીરે છુટ છાટ આપવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો જાણે કોરોના મહામારી (Corona epidemic)નું ભાન ભુલ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાબરકાંઠા (Sabarkantha )ના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં એક વરધોડાનો વિડીયો વાયરલ (Video viral) થયો હતો. વિડીયોમાં કોરોનાની ગાઈડલાઈનનું ખુલ્લે આમ ભંગ કરતા ડીજીના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.

તજજ્ઞો દ્વારા હજુ ભયાનક કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત કરી રહ્યા છે તેમ છતાં લોકો હજુ લોકો કોરોનાને લઈ બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આવી બેદરકારીથી ત્રીજી લેહર આવી શકે છે.

ઈડર (Idar)ના ડીવાયએસપી (DYSP) ડીએમચૌહાણે જણાવ્યું હતું કે, વરધોડાના સંચાલક અને વરધોડાના પરિવાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ડીવાયએસપીએ કહ્યું કે,એજ્યુકેશનની અછત હોય તેવા વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે.

વાત માત્ર આ ગામનાં લોકોની નથી, ગુજરાતમાં ઘણી જગ્યા પર જાણે કોરોના જતો રહ્યો છે તે પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે. વાત તાજેતરમાંજ સુુરતની કરીઅ તો ત્યાં કોરોના હજુ તો ગયો નથી ત્યાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા.  લાલભાઇ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ કઇંક આવી જ બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા.

અહીં યોજાયેલી મેચ પૂર્ણ થયા બાદ જીતની ઉજવણીના મદમાં ભાન ભૂલેલા ક્રિકેટ રસીકોએ નિયમોના ધજાગરા ઉડાડ્યા .મેચ પછીની ઉજવણી સમયે યુવકો ટોળો તો વળ્યા સાથે જ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો. જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ હતી કે એકપણ વ્યક્તિના ચહેરા પર માસ્ક નહોતું. જો હવે આવી જ બેદરકારી દાખવવામાં આવશે તો કોરોના જશે કે કેમ તે એક સવાલ છે

કોરોના હજુ ગયો નથી ત્યાં અનલૉકમાં મળેલી છૂટનો દૂરઉપયોગ શરૂ થઇ ગયો છે. રાજ્યમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી જેમાં નિયમોનો ઉલાળીયો જોવા મળ્યો. સુરતમાં ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટ રસિકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા તો દ્વારકાના ગોમતીઘાટ પર મોટી સંખ્યામાં લોકો નિયમો ભૂલી શ્રદ્ધાનું સ્નાન કરતા જોવા મળ્યા. આ તરફ જૂનાગઢનો ગિરનાર રોપ-વે શરૂ થતા જ લોકોની લાઇનો લાગી તો સુરતની બજારોમાં નાગરિકો બેફામ બન્યા અને નિયમો ભૂલીને ખરીદી કરી.

Next Video