સાબરકાંઠાના ઇડરમાં ફટાકડાની લારીમાં લાગી આગ, નાસભાગ મચી, જુઓ વિડીયો

|

Oct 31, 2021 | 12:44 PM

ઇડરના મુખ્ય બજારમાંફટાકડાની લારીમાં આગ લાગતા રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામ આવી હતી.

ગુજરાતના(Gujarat)  સાબરકાંઠાના(Sabarkantha)  ઇડરના મુખ્ય બજારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં(Creakers) આગ(Fire) લાગવાની ઘટના પણ સામે આવી છે. જેમાં ફટાકડાની લારીમાં આગ લાગતા રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામ આવી હતી.

તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાઇ હતી. જો કે આ દરમ્યાન લાયસન્સ વગર ફટાકડાનું ખુલ્લામાં વેચાણ કરાતા બેદરકારી સામે આવી હતી.

જ્યારે બીજી તરફ   બનાસકાંઠાના  પાલનપુરમાં બજાર વચ્ચે કારમાં આગ   લાગવાની ઘટના સામે આવી છે. જેમાં દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજાર નજીક કારમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે કારમાં આગ  પાલનપુરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાન નજીક લાગતા અફડા તફડી મચી હતી. કારણ કે જો આગ ફટાકડાની દુકાનમાં લાગવાની સંભાવના વધી જાત તેમજ તેની સાથે સાથે સમગ્ર બજારમાં આગ લાગવાની પણ શક્યતા વધી જાત. જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત થતી ટળી હતી.

આ પણ વાંચો : IPO : 1 નવેમ્બરે ત્રણ કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો :  રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરતમાં યોજાઈ મેરેથોન, સુરતવાસીઓ સાથે દોડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

 

Next Video