Sabarkantha: બાળ દોસ્તો પોલીસ મથક પહોંચી કર્યુ પ્રમાણિકતાનુ કાર્ય, ટાબરીયા ગેંગે ઈમાનદારીનુ ઉદાહરણ પુરુ પાડતા ગર્વ થયો

ગાંભોઈમાં રસ્તા પર થી એક પર્સ મળી આવ્યુ હતુ અને જેને આ ચાર દોસ્તોએ લઈને સીધા જ પોલીસ મથક પહોંચ્યા હતા, પોલીસ પણ તેમની સમજણ જોઈને ગર્વ અનુભવી રહી હતી.

Sabarkantha: બાળ દોસ્તો પોલીસ મથક પહોંચી કર્યુ પ્રમાણિકતાનુ કાર્ય, ટાબરીયા ગેંગે ઈમાનદારીનુ ઉદાહરણ પુરુ પાડતા ગર્વ થયો
Ganbhoi Police માં બાળકોએ પ્રમાણકિતાના દર્શન કરાવ્યા
| Updated on: May 01, 2022 | 9:59 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ (Ganbhoi Police) માં એક બાળકોની ટોળકીએ તેમની ઈમાનદારીના દર્શન કરાવ્યા હતા. સાથે જ આ ટાબરીયાઓએ મોટેરાઓને પણ સંદેશો આપતુ કાર્ય કરી બતાવ્યુ હતુ. ચાર ટાબરીયા મિત્રો ગાંભોઈમાં ભિલોડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એક પાકિટ મળી આવ્યુ હતુ અને જેને લઈને તેઓએ સહી સલામત રીતે એવા સ્થાને પહોંચાડ્યુ કે તેમના વિચાર અને સમજે સૌના દીલ જીતી લીધા હતા.

બાળકોએ પોતાને મળેલ પર્સને લઈને સીધા જ નજીકના પોલીસ મથક પહોંચ્યા હતા અને તેમને મળેલ પર્સ અંગેની વાતચીત કરીને પોલીસ મથકના સ્ટેશન ઓફીસરને સોંપી દીધુ હતુ. ફરજ પરના પીએસઓ સહિત ઉપસ્થિત પોલીસ સ્ટાફ પણ આ બાળ ગેંગના ચહેરા અને તેની સમજદારીને જોઈને દંગ રહી ગઈ હતી. પોલીસે ટાબરીયા ગેંગને પોલીસ મથકમાં બેસાડીને તેમની મહેમાન સ્વરુપ આગતા સ્વાગતા કરીને તેમની સમજદારીને સન્માન આપ્યુ હતુ. સાથે બાળકોને પણ પોલીસ મથકનો માહોલ પણ રુબરુ થતા તેઓએ પણ પોલીસ પ્રત્યેની ભાવનાને નજીકથી સમજી શક્યા હતા. પર્સમાં રોકડ રકમ અને બેંકના એટીએમ અને ક્રેડીટ કાર્ડ હતા આ સાથે કેટલાક દસ્તાવેજ હતા. તે તમામ સહીસલામત પોલીસને સુપરત કર્યુ હતુ.

પોલીસે પર્સને તપાસીને તેમાંથી મળેલા ઓળખ થઈ શકે તેવા દસ્તાવેજોને આધારે જેતે પર્સના માલિકની શોધખોળ કરી હતી. જેના આધારે જાણકારી મળી હતી કે, પર્સ હિંમતનગરના ઢબાલ ગામના પ્રદ્યુમનસિંહ માનાજી પરમારનુ હતુ. જેમને પોલીસ મથકે બોલાવીને એ પર્સ તેમને પરત કરવામાં આવ્યુ હતુ. પ્રદ્યુમનસિંહને જ્યારે પોલીસે બાળકોને રસ્તામાંથી મળેલા પર્સ અને તેને પોલીસ મથકે પહોંચતુ કર્યાની વાત કહી તો એ પણ બાળકો પર ગર્વ અનુભવવા લાગ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી.

પીએસઓએ બાળકોને ઈમાનદારીની કરી પ્રશંસા

પીએસઓ દ્વારા બાળકોને બેસાડીને તેમની ઈમાનદારીને સન્માન કરવા માટે રોકડ રકમ થી લઈને ગીફ્ટ આપવા માટે પણ વાત કરી હતી. પરંતુ બાળકોએ પોતાની ફરજ પુરી કરી હોવાનો જવાબ વાળ્યો હતો. જેને લઈને બાળકોને તેઓએ આઈસ્ક્રીમ ખવરાવ્યો હતો અને બાળકોને આવી ભાવના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા મદદરુપ નિવડશે તેવી શીખ આપી હતી. સાથે જ પોલીસે તેમના વાલીઓની પણ પ્રશંસા કરી હતી કે તેઓએ પરીવારમાં બાળકોને સારા સંસ્કાર સિંચન કર્યા છે અને જે કેળવણીને સલામ કરી હતી.

આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા

આ પણ વાંચો : યુદ્ધ આરપાર: ‘ઘોસ્ટ ઓફ કિવ’ તરીકે ઓળખાતા યુક્રેનિયન પાઈલોટનું મોત, મરતા પહેલા 40 રશિયન એરક્રાફ્ટ તોડી પાડ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 9:56 am, Sun, 1 May 22