Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી

|

Mar 05, 2022 | 9:02 AM

ફુડ પોઇઝનીંગની અસર લાગતા લઇને ગાય અને વાછરડાંઓની સ્થિતી મુશ્કેલ લાગવા લાગતા પશુપાલન વિભાગના તબિબોની મદદ લેવામાં આવી હતી. જેને પગલે તાબડતોબ પશુ તબીબોની ટીમો ખડકી દેવામાં આવી હતી

Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી
ઇડર પાંજરા પોળમાં 300 થી વઘુ ગાયોને સ્થિતી ગંભીર બની હતી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઇડરમાં આવેલી પાંજરા પોળમાં ફુડ પોઇઝનીંગ (Food poisoning) ની અસરથી ગાય અને વાછરડાંના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. ઇડર પાંજરા પોળ રહેલા પશુઓ પૈકી 116 ગાય અને વાછરડાંના મોત નિપજ્યા હોવાનો પશુપાલન વિભાગે (Department of Animal Husbandry) ખુલાસો કર્યો છે. ફુડ પોઇઝનીંગની અસર લાગતા લઇને ગાય અને વાછરડાંઓની સ્થિતી મુશ્કેલ લાગવા લાગતા પશુપાલન વિભાગના તબિબોની મદદ લેવામાં આવી હતી. જેને પગલે તાબડતોબ પશુ તબીબોની ટીમો ખડકી દેવામાં આવી હતી અને સારવાર હાથ ધરવામાં આવી હતી. આમ છતાં મૃત્યુનો આંકડો 100 ને પાર પહોંચી ગયો હતો.

શરુઆતમાં એક બાદ એક ગાય અને વાછરડા મોતને ભેટવા લાગતા સ્થાનિક પશુ ચિકિત્સકોની મદદ લેવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ પરિસ્થિતી કાબૂ બહાર જઇ રહી હોવાનુ સ્થાનિક પાંજરા પોળ સંચાલકોને લાગતા આખરે પશુ પાલન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પશુ પાલન વિભાગની ટીમોનો ખડકલો કરી દેવામાં આવી હતી. જેમાં 300 થી વધુ ગાય અને વાછરડાંની હાલત ગંભીર જણાતા તેમને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે પશુપાલન અધિકારીએ જારી કરેલ માહિતીનુસાર મોતનો આંકડો 116 પર પહોંચ્યો હતો. હજુ પણ પશુપાલન વિભાગ ના તબીબો દ્વારા ગાય-વાછરડાંઓની સ્થિતી અંગે સતત નિરીક્ષણ કરવાની પ્રક્રિયા જારી છે.

પાંજરા પોળમાં 1975 થી વધુ પશુ

પાંજરા પોળ ખાતે ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી મકાઇ સહિતનો ઘાસ ચારો લાવવામાં આવે છે અને જે અહીં પશુઓને નિરવામાં આવે છે. હાલમાં લગભગ 1975 થી વધુ પશુઓનો નિભાવ પાંજરાપોળ દ્વારા કરવામાં આવે છે.  આવી જ રીતે બોરસદ અને દહેગામ  વિસ્તારમાંથી ઘાસ ચારો લાવવામાં આવ્યો હતો અને જેને આપવા બાદ પશુઓની સ્થિતી મુશ્કેલ બની હતી. જેને પગલે હવે ઘાસ ચારાને લઇને પશુ પાલન વિબાગે તપાસ હાથ ધરી છે, સાથે જ મોતનુ ચોક્કસ કારણ જાણવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

900 એકરમાં પથરાયેલ છે પાંજરાપોળ

ઇડર ગઢની તળેટી વિસ્તારમાં લગભગ 900 એકર વિસ્તારમાં પથરાયેલ પાંજરા પોળમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત બહારના જિલ્લાઓમાથી ગાયો અને વાછરડાં સહિત અનેક અબોલ જીવ પશુઓને અહીં આશરો આપવામાં આવતો હોય છે. જેને લઇને ઇડર પાંજરા પોળ વિસ્તારમાં પશુઓની દેખરેખ અને સાચવણી માટે જાણીતી છે. પરંતુ સ્થાનિક સંચાલકો અનેક વાર પાંજરાપોળને લઇને વિવાદમાં રહ્યા છે.

 

આ પણ વાંચોઃ Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

આ પણ વાંચોઃ Shane Warne Death: ખૂબ રડ્યો અને આખી ટીમની માફી માંગી, તે શેન વોર્નના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો!

Published On - 8:19 am, Sat, 5 March 22

Next Article