Sabardary: આજથી દુધના ભાવમાં વધારો, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને માટે સાબરડેરી દ્વારા આજથી રાહત

|

May 11, 2022 | 10:10 AM

સાબરડેરી (Sabardary) દ્વારા માર્ચ માસથી આજ સુધીમાં ત્રીજીવાર ભાવ વધારો કર્યો છે. નવો ભાવ 11 મે થી લાગુ કરવાનો નિર્ણય ચેરમેન દ્વારા લેવાયો હતો. આમ પશુપાલકો માટે રાહતના સમાચાર છે.

Sabardary: આજથી દુધના ભાવમાં વધારો, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને માટે સાબરડેરી દ્વારા આજથી રાહત
Sabardary: દ્વારા બે માસમાં 30 રુપિયાનો કિલો ફેટે વધારો

Follow us on

અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પશુપાલકોને આજથી દુધ ઉત્પાદન પર નવા ભાવ મળશે. સાબરડેરી દ્વારા છેલ્લા 2 માસના ટુંકા ગાળામાં જ ત્રણવાર ભાવ વધારો કર્યો છે. વધતા જતા પશુપાલનના માવજતના ખર્ચની સામે સાબરડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબરડેરી (Sabardary) એ બે દિવસ પહેલા આ અંગેની જાણકારી આપ્યા બાદ આજે 11 મેથી નવા ભાવ લાગુ કરાનારા છે. આમ પશુપાલકો માટે હાલના દિવસોમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. એટલે કે આગામી પગાર નવા ભાવ સાથેનો પશુપાલકોને મળશે.

સાબરડેરી દ્વારા પશુપાલકો-ખેડૂતોને લઈને પશુપાલનના વ્યવસાયમાં થતા ખર્ચ અને તેની માવજતને લઈને સમિક્ષા કરવામાં આવતી હોય છે. ડેરીના ચેરમેન અને ડીરેકટરોના દ્વારા સમિક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકોને હાલની સ્થિતીમાં વધુ એક વખત ભાવ વધારો આપવા માટે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે બે માસમાં ત્રીજી વાર છે. આમ પશુપાલકોને રાહત પહોંચી છે. આમ હવે ઘાસચારા અને પશુ નિભાવ ખર્ચમાં દુધના ભાવનુ વધુ વળતર મળી રહેશે.

આમ પણ સાબરડેરી રાજ્યની અન્ય ડેરીના પ્રમાણમાં સૌથી વધુ પોષણક્ષમ ભાવો આપવા માટે પ્રયાસ કરે છે, અને એ પ્રમાણે ભાવોમાં વધારો પણ જાહેર કરી રહેલ છે. સાબર઼ેરીના 3 લાખ થી વધુ દુધ ઉત્પાદકોને નવા ભાવ વધારાનો સિધો લાભ મળશે અને નવો પગાર પણ નવા ભાવ વધારાની અસર સાથે મળશે.

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

આ પ્રમાણે રહેશે નવો ભાવ

ગત માર્ચ માસથી મે માસ સુધીમાં સાબરડેરી દ્વારા પશુપાલકોને દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રુપિયા જેટલો વધારી આપ્યો છે. જેમાં આજે બુધવાર 11 મે થી પશુપાલકોને નવા ભાવ વધારો આ મુજબ મળશે. જેમાં ભેસના દુધમાં 10 રુપિયા અને ગાયના દુધમાં સમતુલ્ય કિલો ફેટે 6.90 રુપિયા વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે નવા ભાવ મુજબ ભેંસના દુધના નવા ભાવ પ્રતિકિલો ફેટે 740 રુપિયા અને ગાયના દુધના સમતુલ્ય કિલો ફેટે 320.50 રુપિયા પ્રમાણે ચુકવવામાં આવશે.

સાબરડેરી અમુલ (Amul) બ્રાન્ડની દુધની બનાવટો બનાવે છે. જેમાં દુધનો પાવડર, દુધ, છાસ, બટર તેમજ ચોકલેટ અને શ્રીખંડ સહિતના બનાવટો બનાવે છે. ઉપરાંત સાબરડેરી દ્વારા દિલ્હી અને હૈદરાબાદ સહિતના બહારના શહેરોને પણ દુધનો જથ્થો પુરો પાડે છે.

 

 

 

Published On - 10:03 am, Wed, 11 May 22

Next Article