પેપરલીક કાંડમાં પ્રાંતિજ કોર્ટે કિશોર આચાર્ય સહીત 3 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

|

Dec 20, 2021 | 7:04 PM

PAPER LEAK CASE : કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.

SABARKANTHA : બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં પ્રાંતિજ કોર્ટે ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કિશોર આચાર્ય સહિત ત્રણેય આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.મહત્વનું છે કે પેપરલીક કેસમાં પોલીસે સાણંદના કિશોર આચાર્ય સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યે હેડક્લાર્કનું પેપર લીક કર્યું હતું.

સાબરકાંઠામાં બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં કિશોર આચાર્ય સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી એચ કે સૂર્યવંશી આરોપીઓને લઈને પ્રાંતિજ કોર્ટમાં પહોંચ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પેપર લીક કેસમાં જે લોકોએ પેપર મેળવ્યું હતું તેમની પણ ધરપકડ કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી છે.જેમાં અત્યાર સુધીમાં 77 લોકોના નામ અને સરનામાં મેળવી લેવાયા છે.આ તમામ લોકોની ધરપકડ કરી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી કાર્યવાહી કરાશે.એટલું જ નહીં પેપર ફોડવામાં સંડોવાયેલા અન્ય આરોપી ઝડપાતા પેપર મેળવનારા ઉમેદવારોની સંખ્યા હજી પણ વધી શકે છે.

આ પણ વાંચો : SURAT : બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ અને સેલ્ફ ડીફેન્સની તાલીમ અપાઈ

આ પણ વાંચો : AHMEDABAD : “ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે” કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર કર્યા પ્રહારો

Next Video