Monsoon 2023: પ્રાંતિજમાં 1 કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, હનુમાનજી મંદિર પરિસરમાં પાણી ભરાયા

|

Jul 01, 2023 | 9:22 AM

ધોધમાર વરસાદ વરસાને લઈ પ્રાંતિજ શહેરના ભાંખરિયા વિસ્તાર અને હનુમાનજી મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પાણીનો ઝડપથી નિકાલ નહીં થવાના અભાવે વિસ્તારમાં સરોવર જેવી પરિસ્થિતી સર્જાઈ ગઈ હતી.

Monsoon 2023: પ્રાંતિજમાં 1 કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, હનુમાનજી મંદિર પરિસરમાં પાણી ભરાયા
Sabarkantha Rainfall Report

Follow us on

સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે પ્રાંતિજ અને તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં એક જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજ શહેરના ભાંખરિયા ચોક વિસ્તારમાં પાણી ઘૂંટણ સમા ભરાઈ જવા પામ્યા હતા. મોડી સાંજના સમયે વરસાદ વરસતા પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વડાલી અને પોશીના તાલુકા કોરાધાકોર રહ્યા હતા. જ્યારે હિંમતનગર, ઈડર, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે દિવસભર વાતાવારણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ રહ્યુ હતુ. જોકે પ્રાંતિજ તલોદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

પ્રાંતિજમાં એક કલાકમાં 3 ઈંચ વરસાદ

સાંજના અરસા દરમિયાન વરસાદ ધોધમાર રુપે શુક્રવારે વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદ વરસવો સાંજના સમયે વરસવો શરુ થયો હતો. જેને લઈ પ્રાંતિજના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ તળાવ અને નદી સ્વરુપ જોવા મળી રહ્યા હતા. ડ્રેનેજ સિસ્ટમની અયોગ્ય સંભાળને લઈ ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વિશાળ તળાવ જેવી સ્થિતી સર્જાઈ હતી.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ભારે વરસાદને લઈ ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈ પાણી હનુમાનજી મંદિર પરિસર વિસ્તારમાં અને ગર્ભગૃહમાં ભરાવા લાગ્યા હતા. મંદિર પરિસર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાસ્ત્રી બજાર વિસ્તાર એટલે કે હનુમાનજી મંદિર જ્યાં આવેલુ છે એ ભાંખરિયા વિસ્તારમાં સ્થિતી વધારે મુશ્કેલ બની હતી. વિસ્તારના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પાણી વિસ્તારમાં ઘૂંટણ સમુ ભરાઈ જવા પામ્યુ હતુ.

તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

હરસોલ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શુક્રવારે સાંજે વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ હરસોલ, સુલતાનપુર, પડુસણ અને વાવ વિસ્તારમાં વરસ્યો હતો. હરસોલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચોઃ  Sabar Dairy GM 2023: પશુપાલકો માટે મહત્વના સમાચાર, સાબરડેરીએ ભાવફેર કર્યો જાહેર, કેટલો કર્યો ઘટાડો, જાણો

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 am, Sat, 1 July 23

Next Article