Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!

|

Aug 29, 2023 | 10:21 AM

હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા વીસ થી પચ્ચીસ દીવસથી દીપડાએ જાણે કે રીતસરનો ફફડાટ ફેલાવી દીધો છે. સાંજ પડતા જ અનેક વિસ્તારમાં અવરજવર નહીંવત બની જતી હતી.

Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!
દીપડો પાંજરે પૂરાયો

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દીપડાએ લોકોને પરેશાન કરી દીધા છે. અનેક વિસ્તારોમાં દીપડાએ દેખા દેવાને લઈ અને પશુઓનુ મારણ રહેણાંક વિસ્તાર નજીકથી કરવાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વન વિભાગને હિંમતનગર નજીકના મનોરપુર અને દેસાસણ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી છે. દીપડાને લઈ સ્થાનિક વિસ્તારના લોકોમાં ભય હતો અને હવે દીપડો પાંજરે પુરાતા રાહત સર્જાઈ છે.

હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા વીસ થી પચ્ચીસ દીવસથી દીપડાએ જાણે કે રીતસરનો ફફડાટ ફેલાવી દીધો છે. સાંજ પડતા જ અનેક વિસ્તારમાં અવરજવર નહીંવત બની જતી હતી. આ દરમિયાન દેસાસણ વિસ્તારમાં પણ દીપડો પશુનો મારણ કરતા ફફડાટ વ્યાપ્યો હતો.

આખરે પાંજરે પુરાતા રાહત

આ દરમિયાન સ્થાનિકો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી કે, તેમને દીપડાના ભયથી મુક્ત કરાવવામાં આવે. આ માટે દીપડાને પાંજરે પુરવા માટે મનોરપુર અને દેસાસણ વિસ્તારમાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ. જોકે દીપડાને પાંજરામાં પુરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક જ દીપડો પાંજરામાં પુરાઈ જવા પામ્યો છે. વહેલી સવારે દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાઈ જવા પામ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દીપડાના મારણ અને તેની ભૂખ સહિતની બાબતોને ધ્યાને રાખીને દીપડાને પાંજરે પૂરવા માટેની ગોઠવણ વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી. પાંજરામાં એક બકરીને પણ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બકરીનો શિકાર કરવા માટે આવેલો દીપડો આબાદ પૂરાઈ જવા પામ્યો હતો. બીજી તરફ બકરીને માટે પણ પાંજરામાં પ્રોક્ટશન હોવાને લઈ તેના બચવા સાથે દીપડો પુરાઈ જવા પામ્યો હતો.

ટોળા ઉમટ્યા

જ્યારે દીપડો વિસ્તારમાં હોવાને લઈ લોકોમાં ફફડાટથી સાંજ પડતા લોકો ઘરના બહાર નિકળતા ડરતા, પરંતુ પાંજરે પુરાતા જ લોકોના ટોળા ઉમટ્યા હતા. દીપડાને જોવા માટે પાંજરાની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વન વિભાગ દ્વારા હવે દીપડાને સુરક્ષીત રીતે જંગલ વિસ્તારમાં છોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપડાને હવે રહેણાંક વિસ્તારમાંથી હવે દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ  Aravalli: શામળાજી બોર્ડર પાસેથી 48.53 લાખનો દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, કોણે મંગાવ્યો વિશાળ જથ્થો? તપાસ શરુ

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:19 am, Tue, 29 August 23

Next Article