હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર ના થઈ શક્યુ, ઉમેદવારે ઉઠાવ્યો વાંધો
હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે રવિવારે પૂર્ણ થઈ હતી. મોડી સાંજે મતગણતરી શરુ થઈ હતી અને જે મોડી રાત્રી સુધી ચાલી હતી. આ દરમિયાન મતગણતરી પૂર્ણ થયા બાદ પણ પરિણામ જાહેર કરવામાં આવ્યુ નહોતું. એક ઉમેદવારે ફરી મતગણતરી કરવા માટેની માંગણી કરી હતી જેને લઈ પરિણામ જાહેર થઈ શક્યુ નહોતું. હવે આ મામલે સોમવારે નિર્ણય લેવામાં આવશે.
હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. આ દરમિયાન મોડી સાંજે મતગણતરીની શરુઆત હિંમત હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મોડી રાત્રી સુધી ચાલેલી મતગણતરી દરમિયાન ઉમેદવાર દ્વારા મતને લઈ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક બેલેટ મતમાં ચોકડી લગાવવામાં ક્ષતિ કરી હોવાને લઈ રદ કરવામાં આવ્યા હતા. મતગણતરી વખતે પણ કેટલાક મતને લઈ વાંધા ઉઠવાને લઈ રજૂઆત કરવામાં આવી હતી.
આમ મતગણતરીને લઈ વાંધો ઉઠાવ્યા બાદ મામલો હવે ચેરીટી કમિશ્નરમાં પહોંચ્યો છે. જ્યાં સોમવારે બપોરે આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. દાતા વિભાગમાં મતના તફાવતને લઈ માંગવામાં આવેલ રીકાઉન્ટીંગની માંગણીને લઈ નિર્ણય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણીમાં 68.52 ટકા મતદાન થયુ હતુ. ચૂંટણીમાં 34 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
આ પણ વાંચો: હિંમતનગરમાં તાર વડે પથ્થર સાથે બાંધી કુવામાં ફેંકી દીધેલી લાશ મળી, હત્યાને લઈ તપાસ શરુ
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 11, 2023 11:57 AM