
ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવારણ રહ્યુ છે. સાબરાકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંઘાયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી હતી. સાબરકાંઠાના પોશીના, વિજયનગર અને ઈડર સહિતના વિસ્તારોમાં મંગળવાર સવાર સુધી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત તેમજ ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ સહિતના સ્થાનિક ડેમ જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.
રવિવારે ધોધમાર વરસાદ વરસવા બાદ સોમવારે પણ દિવસ અને રાત્રી દરમિયાન અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સિંચાઈ અને પીવાના પાણી સહિતની અનેક રાહત આગામી દિવસો માટે થઈ ચુકી છે. ધરોઈ ડેમ છલોછલ થવાની તૈયારીએ પહોંચતા મોટી રાહત સર્જાઈ છે.
સારા વરસાદને લઈ ખેડૂતો અને સ્થાનિકો સૌને માટે રાહતની સ્થિતિ છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન હવે ધોધમાર વરસાદ વરસતા મોટી રાહત છવાઈ જતા ખેડૂતોના ચહેરા પર રાહત છવાઈ ગઈ છે. ઈડર વિસ્તારમાં મંગળવારે સવારે 6 કલાક સુધી નોંધાયેલ વરસાદ મુજબ અંતિમ ચોવીસ કલાક દરમિયાન પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. પોશીનામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ સોમવારે પણ સારો વરસાદ જિલ્લામાં નોંધાયો હતો.
વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં બે ઈંચ કરતા વધારે અને વિજયનગરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં પણ સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
1785 ક્યુસેક આવક, હાલ 59.71 ટકા ભરાયેલ
3150 ક્યુસેક આવક, હાલ 36.72 ટકા ભરાયેલ
272 ક્યુસેક આવક, હાલ 51.53 ટકા ભરાયેલ
490 ક્યુસેક આવક, હાલ 47.13 ટકા ભરાયેલ
28366 ક્યુસેક આવક
28116 ક્યુસેક જાવક
વર્તમાન જળસ્થિતિ-92.79 ટકા
વર્તમાન જળસપાટી-620 ફુટ
( ડેમ જળાશય- આંકડાકીય વિગતો મંગળવારે સવારે 7.00 કલાક મુજબ)
Published On - 9:51 am, Tue, 19 September 23