Heatwave in North Gujarat: ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી દીધા, બપોર પડતા જ રસ્તા સૂમસામ

|

May 15, 2023 | 12:01 PM

Heatwave in North Gujarat: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમી વરસી રહી છે, એક સપ્તાહથી લોકો પરેશાન બની ચૂક્યા છે. ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાઈ ઉઠ્યા.

Heatwave in North Gujarat: ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી દીધા, બપોર પડતા જ રસ્તા સૂમસામ
Heatwave in North Gujarat

Follow us on

ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ એક સપ્તાહથી લોકોને પરેશાન કરી દીધા છે. છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી ગોળા વરસતા હોય એમ ગરમી વરસી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન બન્યા છે. બપોર થતા જ શહેરી વિસ્તારના રસ્તાઓ સૂમસામ ભાસવા લાગતા હોય છે. રસ્તાઓ પરથી લોકો અને ટ્રાફિક ઘટી જવા પામતો હોય છે. લોકો બપોરના સમચે બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે. ગરમીનો પારો 43ને પાર છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહ્યો છે.

એકાદ સપ્તાહથી સતત ગરમીનો પારો 43 કે તેનાથી ઉપર રહી રહ્યો છે. સાબરકાંઠાના ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિંજ તેમજ અરવલ્લીમાં મોડાસા, બાયડ, ધનસુરા અને ભિલોડા સહિતના વિસ્તારો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન બન્યા છે. ગરમીમાં બહાર નિકળવુ લોકો માટે મુશ્કેલ છે, જોકે બીજી તરફ સ્વંયભૂ આ પ્રકારની સમજણ લોકોને ગરમીથી થતી સ્વાસ્થ્ય પરની અસરથી રાહત અપાવી શકે છે. ગરમીમાં બીમાર પડવાથી બચી શકાય છે.

એક સપ્તાહ હજુ ગરમી અકળાવશે

સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં 18-19 મે બાદ ગરમીનો પારો ધીમો પડતો હોય  છે. અત્યાર સુધીમાં ગરમીની સ્થિતીને જોવામાં આવે તો, મોટે ભાગે આ દિવસો દરમિયાન ગરમી ખૂબ જ ઉંચા પારા પર રહેતી હોય છે. પરંતુ 18, 19 મે બાદ ગરમીનો પારો ધીરે ધીરે નિચો આવતો જતો હોય છે. આમ હજુ એકાદ સપ્તાહ સુધી ઉત્તર ગુજરાતના લોકોએ ગરમીની અકળામણ વેઠવાની સ્થિતી સર્જાયેલી છે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

 

 

ઉત્તર ગુજરાતમાં ઈડર ખૂબ જ ગરમ શહેર પૈકીનુ એક છે. ઈડરમાં અનેક વાર ગરમીનો પારો 47 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. અનેક વાર ગરમીના ઉંચા પારાએ લોકોને પરેશાન કરી દીધા છે. જોકે વર્તમાન ઉનાળા દરમિયાન વાતાવરણમાં પલટાએ ગરમીના પ્રમાણમાં અગાઉ મે મહિનાની શરુઆત અને એપ્રિલની અંતમાં  ગરમીમાં રાહત આપી હતી. જોકે હવે ગરમી તેનુ અસલી રૌદ્ર સ્વરુપ છેલ્લા એક સપ્તાહથી બતાવી રહ્યુ છે.

 

આ પણ વાંચોઃ  Prerak Mankad, IPL 2023: લખનૌની જીતના હિરો ગુજરાતી ખેલાડી પર હૈદરાબાદમાં ફેન્સનો હુમલો, SRH vs LSG મેચમાં બબાલ!

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:16 pm, Sun, 14 May 23

Next Article