ગુજરાત હેડક્લાર્ક પેપરલીક કાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

|

Dec 25, 2021 | 3:07 PM

ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્ક પેપર લીક કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે.

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્ક પેપર લીક કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. આ ત્રણે યુવાનોના નામ તપાસમાં સામે આવ્યા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. જયારે પ્રાંતિજ પોલીસ મથકે 11 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં 11 આરોપીમાંથી 10 આરોપીઓ પકડાયા છે. તેમજ એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસમાં સાબરકાંઠા પોલીસે મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા આરોપી જયેશ પટેલને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્કનું પેપર લીક કેસના આરોપી કિશોર આચાર્ય, દિપક પટેલ અને મંગેશ શિરકેના રિમાન્ડ કોર્ટને નામંજૂર કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે આરોપીના રિમાન્ડ ના મંજૂર કરતા હવે કેસની તપાસ કરનાર ડીવાયએસપી કૃષ્ણપાલસિંહ સૂર્યવંશી સેશન્સ કોર્ટમાં સોમવારે મુદ્દાઓ સાથે રિવિઝન અરજી દાખલ કરશે.તો આ જ કેસમાં આરોપી રાજુ અગ્રવાતે અમરેલીના બાબરામાં પેપર વેચ્યા હતા જેની તપાસ માટે રિમાન્ડ જરૂરી હોવાની માગ સાથે કોર્ટમાં રિવાઈઝ અરજી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રવિવારે કરશે શકિત પ્રદર્શન

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસો વધતાં લોકોની ટેસ્ટિંગ ડોમ પર તપાસ માટે ભીડ

Next Video