સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. વિજયનગર તાલુકામાં ગુરુવારે વરસાદ નોંધાયો નહોતો. તલોદમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. તલોદમાં પોણા ચાર ઈંચ વરસાદને લઈ વિસ્તારમાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.
જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યુ હતુ. છેલ્લા 2 દિવસથી ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે દિવસે અને રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને તલોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખેડૂતોને વરસાદને લઈ રાહત સર્જાઈ હતી.
છેલ્લા 24 કલાકના અરસા દરમિયાન અરવલ્લીના ધનસુરા, બાયડ અને સાબરકાંઠાના તલોદ આ ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદ વરસાદ નોંધાયો હતો. ભૌગોલિક રીતે એક બીજા સાથે જોડાયેલા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદ ના પુર્વ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદ સાંબેલાધાર વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અણિયોર, પનાપુર, રોઝડ, લાંક, સલાટપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ વાવણી કરી રહેલા ખેડૂતોને માટે રાહત સર્જાઈ હતી. વિસ્તારમાં મગફળી અને કપાસની ખેતી કરનારા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને માટે વાવણીના સમયે વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી. વિસ્તારના ખેડૂતોને ખેતરમાં પાણી જોઈને આનંદ છવાયો હતો. વરસાદી માહોલ જામ્યો હોવાને લઈ વિસ્તારમાં હજુ વધુ વરસાદ આગામી એકાદ બે દિવસ દરમિયાન વરસવાની ખેડૂતોને આશા છે.
જિલ્લામાં ગુરુવારે વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈ છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે શુક્રવારે સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તલોદમાં પોણા ચાર ઈંચ વરસાદ ઉપરાંત ઈડરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વડાલીમાં પોણો ઈંચ અને ખેડબ્રહ્માં તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર અને પ્રાંતિજમાં અડધા-અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પોશીના વિસ્તારમાં માત્ર 5 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં એક માત્ર વિજયનગર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
સાબરકાંઠા વરસાદ (In MM) | ||
તાલુકો | નોંધાયેલ વરસાદ | સિઝનનો કુલ વરસાદ |
તલોદ | 89 | 153 |
ઈડર | 36 | 208 |
ખેડબ્રહ્મા | 28 | 220 |
વડાલી | 20 | 199 |
હિંમતનગર | 15 | 119 |
પ્રાંતિજ | 14 | 87 |
પોશીના | 05 | 356 |
વિજયનગર | 00 | 228 |
Published On - 8:26 am, Fri, 30 June 23