Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા

|

Sep 18, 2023 | 8:32 PM

Dharoi Dam Water Level: ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોરે ચાર દરવાજા ખોલાયા હતા.

Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા
Dharoi Dam Water Level Update

Follow us on

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં વધતી આવક સામે સોમવારે બપોરે ચાર દરવાજા ખોલાયા હતા.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video

સાબરમતી નદીમાં ફરી વાર પાણી છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમ હાલમાં 620 ફૂટની સપાટીએ પહોંચ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મોટી રાહત રુપ સમાચાર ધરોઈ તરફથી આવ્યા છે. હવે ડેમનુ જળસ્તર જે સપાટીએ પહોંચ્યુ છે, તેનાથી મહંદઅંશે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યામાં રાહત પહોંચશે. ધરોઈ ડેમ હવે મહત્તમ સપાટીથી થોડોક જ દૂર રહ્યો છે.

માત્ર 2 ફૂટ દૂર મહત્તમ સપાટી

હાલમાં ધરોઈ ડેમમાં જે રીતે આવક નોંધાઈ રહી છે, એ જોતા હવે ધરોઈ ડેમ સંપૂર્ણ 100 ટકા છલકાઈ જવાની આશા બંધાઈ છે. જોકે હાલમાં જે રીતે જળસપાટી પહોંચી છે, એ મોટી રાહતના સમાચારરુપ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપરાંત અનેક શહેરો અને ગામડાઓને પીવાના પાણીની રાહત સર્જાઈ ચૂકી છે. ધરોઈ ડેમની હાલની સપાટી સોમવારે સાંજે 7 કલાક મુજબ 620 ફુટ નોંધાઈ છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

આમ હવે ધરોઈ ડેમની મહત્તમ સપાટી 622 ફુટ હોઈ માત્ર 2 ફુટ દુર સંપૂર્ણ છલકાઈ જવાથી વર્તમાન જળસપાટી છે. જોકે હાલમાં આવક સામે એટલી જ મહંદઅંશે જાવક સાબરમતી નદીમાં પાણીની છોડવામાં આી રહી હોઈ જળસપાટીને જાળવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહી બાદ જળસપાટીમાં વધારો કરવાનો નિર્ણય કરવાની સંભાવના છે.

બપોરથી ફરી આવકમાં વધારો

રવિવાર બાદ સોમવારે પણ સાબરમતી નદીમાં પાણીની આવકનો વધારો નોંધાયો હતો. સવારે 9 કલાકે પાણીની આવક 13,105 ક્યુસેક થઈ હતી. આમ આવક વધવા સાથે જ જળસપાટીમાં આંશિક રીતે વધારો થવા લાગ્યો હતો. જોકે ફરીથી 10 કલાકે આવક વધતા આખરે 12 કલાકે વધુ બે દરવાજાને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બપોરે 12 કલાકે 4 દરવાજા ખોલીને નદીમાં 15,711 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. જેની સામે દિવસે સતત 18,245 ક્યુસેક આવક નોંધાઈ હતી. 0.84 મીટર સુધી ચારેય દરવાજા ખોલવામાં આવ્યા હતા.ઉપરવાસમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. જેને લઈ જે નદીઓ સાબરમતીમાં ભળતા ધરોઈની આવકમાં વધારો થયો હતો. હરણાવ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો, ધરોઈની આવકમાં વધારો નોંધાઈ શકે છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:26 pm, Mon, 18 September 23

Next Article