Sabarkantha: સાબરકાંઠામાં રોગચાળો વકર્યો, ડેંગ્યૂ, ચામડી, શ્વસન રોગ અને કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યા વધી!

|

Aug 05, 2023 | 6:25 PM

પ્રાંતિજ વિસ્તારમાં પણ બાળકોમાં ડેંગ્યૂના કેસ છેલ્લા એક માસમાં વધારે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દમ અને અસ્થમા અને કન્જેક્ટિવાઈસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

Sabarkantha: સાબરકાંઠામાં રોગચાળો વકર્યો, ડેંગ્યૂ, ચામડી, શ્વસન રોગ અને કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યા વધી!
પ્રાંતિજમાં ડેંગ્યૂએ માથુ ઉંચક્યુ

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાને લઈ મચ્છરજન્ય સહિતના રોગોએ માથુ ઉંચક્યુ છે. હાલમાં ડેંગ્યૂ સહિતના દર્દીઓ ખાનગી અને સરકારી દવાખાનામાં ઉભરાવા લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ સિવાય પ્રાંતિજમાં ડેંગ્યૂના દર્દીઓમાં વધારો થયો છે.

ચોમાસાની શરુઆત બાદ હવે જુદા જુદા રોગોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પાછળના એક મહિનામાં વધારો નોંધાયો છે. હિંમતનગર જનરલ સિવિલ હોસ્પિટલમાં જૂન માસના પ્રમાણમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

મચ્છરજન્ય અને શ્વસનરોગના દર્દીઓ વધ્યા

જિલ્લામાં હાલમાં અનેક વિસ્તારમાં ડેંગ્યૂના કેસમાં પણ વધારો થયો છે. પ્રાંતિજ વિસ્તારમાં પણ બાળકોમાં ડેંગ્યૂના કેસ છેલ્લા એક માસમાં વધારે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દમ અને અસ્થમા અને કન્જેક્ટિવાઈસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ચોમાસાની રુતુને લઈ ચામડીના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો સર્જાયો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જૂન માસમાં સિવિલ હોસ્પિટલની જનરલ ઓપીડીની સંખ્યા 22716 હતી જે જુલાઈ માસમાં વધીને 24388 થવા પામી છે. હાલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાને તંત્ર પણ સતર્ક થયુ છે અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર સાથે મચ્છર જન્ય રોગોથી બચવા માટેના ઉપાયોને લઈ સાવચેતી અને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરાઈ છે.

સાવચેતી અને સ્વચ્છતા જાળવવા

હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો એનએમ શાહે ટીવી9 સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, હાલમાં દર્દીઓની સંખ્યામાં થોડોક વધારો થયો છે. ખાસ કરીને અસ્થમા અને આંખના રોગોને લગતા દર્દીઓમાં વધારો થયો છે. વરસાદ રોકાઈ જવાને લઈ પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગ વધવાની સંભાવના છે. આ માટે સ્વચ્છતા અને સાવચેતી જાળવવા માટે હાલના વાતાવરણ મુજબ અપીલ કરી છે.

કન્જકટીવાઈટિસ અને સ્કીન રોગમાં વધારો

સ્કીનના રોગમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉના મહિનાના પ્રમાણમાં દર્દીઓની સંખ્યામાં દશ ટકાના વધારો નોંધાયો છે. જૂન માસમાં 1901 દર્દી નોંધાયા હતા. જે જુલાઈ માસના અંત સુધીમાં 2101 પર આંકડો પહોંચ્યો હતો. આમ 200 દર્દીઓનો વધારો નોંધાયો હતો. આવી જ રીતે અસ્થમા અને શ્વાસ સહિતની ફરિયાદ ધરાવતા દર્દીઓની સંખ્યા માત્ર 350 હતી જે વધીને 595 પર પહોંચી છે. આમ 245 દર્દીઓનો વધારો નોંધાયો છે.

બાળકોના દર્દની સંખ્યામાં પણ 107 જેટલો વધારો નોંધાયો છે. કન્જકટીવાઈટિસના દર્દીઓ એક મહિનામાં જૂન માસ કરતા વધતા આંખના દર્દીઓમાં સૌથી વધારે આંકડો નોંધાયો છે. અગાઉના માસ કરતા 1368 દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

 સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:23 pm, Sat, 5 August 23

Next Article