Dharoi Dam: વોર્નિંગ સ્ટેજમાં પહોંચેલ ધરોઈ ડેમની સપાટી રુલ લેવલથી માત્ર સવા બે ફૂટ દૂર, હાથમતી અને વારાંશીમાં નોંધાઈ આવક

|

Jul 23, 2023 | 10:08 AM

Dharoi Dam Water Level: ડેમની સપાટીમાં વધારો થવાને લઈ હવે રુલ લેવલની નજીક જળ સ્તર પહોંચ્યુ છે. જળસંગ્રહમાં વધારો થતા ધરોઈ ડેમ હવે વોર્નિંગ લેવલ પર પહોંચ્યો છે. આવકમાં નોંધપાત્ર વધારો થવાની સ્થિતીમાં નિચાણ વાળા વિસ્તારોને સાવચેતી જાળવવા માટે એલર્ટ કરવામાં આવી શકે છે.

Dharoi Dam: વોર્નિંગ સ્ટેજમાં પહોંચેલ ધરોઈ ડેમની સપાટી રુલ લેવલથી માત્ર સવા બે ફૂટ દૂર, હાથમતી અને વારાંશીમાં નોંધાઈ આવક
Dharoi Dam Water Level

Follow us on

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જેને લઈ આંશિક રીતે ધરોઈ ડેમની સપાટી છેલ્લા કેટલાક દિવસથી વધી રહી છે. ડેમની સપાટીમાં વધારો થવાને લઈ હવે રુલ લેવલની નજીક જળ સ્તર પહોંચ્યુ છે. જળસંગ્રહમાં વધારો થતા ધરોઈ ડેમ હવે વોર્નિંગ લેવલ પર પહોંચ્યો છે. આવકમાં નોંધપાત્ર વધારો થતા જ નિચાણ વાળા વિસ્તારોને સાવચેતી જાળવવા માટે એલર્ટ કરવામાં આવી શકે છે. જોકે ભારે આવક નોંધાય તો જ આ સ્થિતી થઈ શકે છે.

અંતિમ 24 કલાક દરમિયાનની વાત કરવામાં આવે તો સૌથી વધારે આવક 8 હજાર કરતા વધુ ધરોઈ ડેમમાં નોંધાઈ હતી. ધરોઈ ડેમમાં પાણીની આવક થવાને લઈ ડેમની સપાટીમાં આશિંક વધારો નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ જ રીતે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ધીરે ધીરે વધતી જઈ રહેલી સપાટી હવે ચેતવણી માટેના સ્તર પર પહોંચી છે. જે હવે પાણીની આવકમાં વધારો થાય તો, રુલ લેવલે પહોંચતા જ પાણી છોડવાની સ્થિતી સર્જાઈ શકે છે.

માત્ર સવા બે ફુટ દૂર રુલ લેવલ

હાલમાં ધરોઈ ડેમનુ જળસ્તર 615.64 ફુટ પહોંચ્યુ છે. જ્યારે રુલ લેવલ 618.04 ફુટ છે. આમ હવે માત્ર સવા બે ફુટ જેટલુ દૂર રુલ લેવલનુ અંતર રહ્યુ છે. જ્યારે પાણીનો જળસંગ્રહ 76.36 ટકાએ પહોંચ્યો છે. હવે જળસંગ્રહ 70 ટકાથી ભરાઈ જવાની સ્થિતીમાં વોર્નિંગ સ્ટેજ (Warning Stage) માં ડેમની સ્થિતી પહોંચતી હોય છે. જ્યારે ડેમ 80 ટકા જેટલો ભરાય ત્યારે એલર્ટ સ્ટેજ (Alert Stage) પર ડેમનો જળ સંગ્રહ પહોંચતો હોય છે. આમ હાલમાં જળ સંગ્રહ હવે માત્ર સાડા ત્રણ ટકા દુર એલર્ટ સ્ટેજથી છે. જ્યારે રુલ લેવલથી માત્ર સવા બે ફુટ જેટલી વર્તમાન સપાટી દૂર છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

શનિવારે સાંજે પાંચ કલાકે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ઉપનદીઓ અને સાબરમતી નદીમાં પાણીની આવક થવાને લઈ ડેમની આવકમાં વધારો નોંધાયો હતો. સાંજે પાંચ કલાકે પાણીની નવી આવક 8611 એ પહોંચી હતી. જે આવક સતત રાત્રીના 9 કલાક સુધી જળવાઈ રહી હતી. આમ પાણીની આવક વડે સ્ટોરેજમાં અડધા ટકાનો વધારો નોંધાયો હતો. આ દરમિયાન ચાર એમસીએમ કરતા વધુ પાણીનો જથ્થો વધ્યો હતો. એકંદરે દોઢ ટકા જળસંગ્રહમાં વધારો થયો હતો. આવી જ રીતે પાણીનો જથ્થો વધતો રહેતો તો એલર્ટ સ્ટેજ પર ડેમ આગામી દિવસમાં વરસાદના આધાર પર પહોંચી શકે છે.

ધરોઈ ડેમની સ્થિતી (સવારે 09.00 કલાકે)

  • હાલની સપાટી-615.64
  • રુલ લેવલ-618.04
  • મહત્તમ સપાટી-622.04
  • હાલની જળસંગ્રહ સ્થિતી-76.36

નોંધાયેલી આવક

  • સવારે 6.00 કલાકે 4305 ક્યુસેક
  • સવારે 7.00 કલાકે 2291 ક્યુસેક
  • સવારે 9.00 કલાકે 2291 ક્યુસેક

આ પણ વાંચોઃ Gujarat Rain: સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર

અન્ય જળાશયની આવક

  • હાથમતી જળાશયઃ 500 ક્યુસેક
  • વારાંસી જળાશયઃ 3000 ક્યુસેક આવક, 3000 ક્યુસેક જાવક
  • વૈડી જળાશયઃ 200 ક્યુસેક આવક
  • ગુહાઈ ડેમઃ 728 ક્યુસેક આવક

 

આ પણ વાંચોઃ Sabarkantha:હિંમતનગર નજીકથી 270 કિલો માદક પદાર્થ LCB ટીમે ઝડપ્યો, કાર સાથે કિશોર ઝડપાયો

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:48 am, Sun, 23 July 23

Next Article