ઉત્તર ગુજરાતમાં આવેલા જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમમાં શુક્રવારે સવારે પાણીની નવી આવક નોંધાઈ હતી. વહેલી સવારથી જ પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવક વધવાને લઈ સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે. જૂન મહિના દરમિયાન સારો વરસાદ નોંધાવાને લઈ ધરોઈ ડેમમાં સારી આવક નોંધાઈ હતી. શુક્રવારે સવારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. ઉપરાંત માઝમ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.
માઝમ ડેમના દરવાજા બદલવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉનાળા દરમિયાન આ કામગીરી શરુ કરવાને લઈ ડેમનુ પાણી ખાલી કરવાંમા આવ્યુ હતુ. આમ ડેમમાં પાણીનો જથ્થો 20 ટકાથી પણ નિચે ચાલ્યો ગયો હતો. જોકે હવે નવી આવક શરુ થઈ છે અને હજુ પણ ચોમાસા દરમિયાન પાણીની આવકમાં વધારો થવાની આશા છે. આમ પાણીની સપાટી માઝમ ડેમમાં વધી શકે છે.
ગુરુવારે સવારે 8 કલાકે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ગુરુવારે સવારે સાબરમતી નદીમાં 7 કલાકના અરસા દરમિયાન સુધી 750 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી હતી. એ 8 કલાકે 1944 ક્યુસેક જેટલી નોંધાઈ હતી. સતત 22 કલાક જેટલા સમય સુધી લગાતાર આટલી આવક જળવાઈ રહી હતી. પરંતુ શુક્રવારે સવારે પાણીની આવકમાં ફરી એકવાર વધારો નોંધાયો હતો. જે સવારે 7 કલાક દરમિયાન 3888 ક્યુસેક આવક નોંધાઈ હતી. સવારે 8 વાગ્યા દરમિયાન પણ આ જ વધારા સાથે આવક આટલી જળવાઈ રહી હતી. આ સાથે જ પાણીની આવક વધવાને સવારે 8 કલાકે પાણીની વર્તમાન સપાટી 186 મીટર નોંધાઈ હતી.
આમ હવે ધરોઈ ડેમની સપાટી 186 મીટરે પહોંચી જતા રાહત વિસ્તારના ખેડૂતોને સર્જાઈ છે. ડેમની ભયજનક સપાટી 189.59 મીટર છે. જોકે જુલાઈ માસમાં ચોમાસુ સારુ રહે અને પાણીની સપાટીમાં વધારો થાય તો જુલાઈ માસ દરમિયાન રુલ લેવલ મેઈન્ટેન કરવા માટે પાણી નદીમાં છોડવામાં આવી શકે છે. જોકે ખેડૂતોની આશા ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જાય એ માટેની છે. જોકે આ ચોમાસાની શરુઆત પહેલાથી જ પાણની આવક નોંધાઈ રહેવાને લઈ રાહત છે. ડેમ હાલમાં 58.82 ટકા જેટલો ભરાયેલો છે.
શુક્રવારે સવારે 7 વાગ્યાના અરસા દરમિયાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરુ થઈ હતી. સવારે 6 કલાકે ડેમમાં પાણીની આવક 222 ક્યુસેક નોંધાઈ હતી. જે સવારે 7 કલાકના દરમિયાન 4453 ક્યુસેક નોંધાઈ હતી. જે સવારે 8 કલાકે આટલી જ જળવાઈ રહી હતી. આમ દાંતીવાડા ડેમમાં ફરી પાણીની આવક નોંધાતા રાહત સર્જાઈ છે. ડેમમાં હાલમાં પાણીનો જથ્થો 60.31 ટકા ભરાયેલો છે. જે સ્થાનિક ખેડૂતો માટે ખૂબ જ રાહતરુપ છે.
વહેલી સવારે 4 વાગ્યાના અરસા દરમિયાનથી માઝમ ડેમની આવક નોંધાવવી શરુ થઈ હતી. માઝમ ડેમના ગેટને બદલવાની કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન શુક્રવારે વહેલી પરોઢે 4 વાગ્યે 500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જે 6 કલાક દકમિયાન 700 ક્યુસેક થઈ હતી. સવારે 7 અને 8 કલાક દરમિયાન આવક વધીને 1250 ક્યુસેક પહોંચી હતી. હાલમાં પાણીનો જથ્થો 17.36 ટકા નોંધાયેલો છે.
Published On - 8:35 am, Fri, 7 July 23