સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સભા યોજી હતી. કેન્દ્ર સરકારમાં 9 વર્ષના નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સાશનને લઈ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનની સિદ્ધીઓને વર્ણવી હતી. દેશમાં વિકાસથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંબંધોને લઈ સિદ્ધીઓ યાદ કરવાવી હતી. આ દરમિયાન આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈ પાટીલે કહ્યુ હતુ કે, આ વખતે 400 ને પાર હોઈશું.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ દરમિયાન ભાજપે સુપડા સાફ હરીફોના કર્યા હતા. ભાજપે 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેને યાદ કરાવતા સીઆર પાટીલે કહ્યુ હતુ કે, ભાજપ લોકસભામાં 400 ની પાર બેઠકો મેળવશે. મોદી અને શાહની જોડીએ દેશમાં મજબૂતાઈ પૂર્વક કામ કર્યુ છે. નરેન્દ્ર મોદી સરકારે સુશાશનના 9 વર્ષ પુરા કર્યા હોવાનુ બતાવ્યુ હતુ. હિમતનગર ધારાસભ્ય વિડી ઝાલા અને સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મોદી સરકારની સિદ્ધીઓને લઈ વાત કરી હતી.
સભામાં ભાજપના કાર્યકો અને બંને જિલ્લાના પ્રબુદ્ધ નાગરીકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓને સભા રુપે સંબોધતા સીઆર પાટીલે કાર્યકરોને ઉત્સાહ વધારવા રુપ વાતો કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, મોદી અને શાહની જોડીએ મજબૂતાઈ પૂર્વક કાર્ય કર્યુ છે. તમારા બધાનો સહકાર હોવાને લઈ તેમને તાકાત મળી રહી છે. જેને લઈ તેઓ કાશ્મીરથી લઈને તમામ પ્રશ્નોને એક ઝાટકે ઉકેલી રહ્યા છે. પાકિસ્તાનની અવળચંડાઈને પણ તેઓએ ઠેકાણે લાવી રહ્યા હોવાની વાત કરતા 24 કલાકમાં પાયલટને ભારતને સોંપવાની વાત કહી હતી.
કાશ્મીરમાં જે પ્રકારે પરિવર્તન આવ્યુ છે તે વાતને પણ પાટીલે યાદ કરી હતી. કહ્યુ હતુ કે, મોદી અને શાહની જોડીએ એક ઝાટકે કાશ્મીરના મુદ્દાને ઉકેલી દીધો હતો. કાશ્મીરમાં મોટો બદલાવ આ જોડીએ લાવ્યા હોવાનુ બતાવ્યુ હતુ. કાશ્મીરમાં વિકાસને લઈ કહ્યુ હતુ કે, વિશ્વનો ઉંચો પુલ હવે ખુલ્લો મુકાવાનો છે. આ કામ મોદી સરકારે કર્યુ છે.
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે પ્રતિબદ્ધ મોદી સરકાર
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla ની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે સાબરકાંઠા લોકસભાની વિશાળ જનસભા યોજાઈ. pic.twitter.com/RqbpeNcxge
— BJP Gujarat (@BJP4Gujarat) July 1, 2023
પાટીલે સભાના અંતમાં કહ્યુ હતુ કે, આ વખતે ભાજપ કેન્દ્રમાં 400 થી વધારે સીટો સાથે ફરી સત્તા સંભાળશે. લોકસભાની સામાન્ય ચુંટણીઓમાં ભાજપ 400 પ્લસ બેઠકો હાંસલ કરવાનો મજબૂત ભરોસો બતાવીને સૂત્ર આપ્યુ હતુ કે અબકી બાર 400 કે પાર… આ સુત્ર તેઓએ ઉપસ્થિતોને નારાના રુપમાં ગુંજાવતા બોલાવ્યુ હતુ. પાટીલે કહ્યુ હતુ કે, વિકાસને આ પ્રજાએ ગુજરાતમાં ઐતિહાસિક બેઠકો અપાવી છે. જે નરેન્દ્ર મોદીને લઈ શક્ય બન્યુ છે. આ જ મોદી સરકારને પ્રજા કેન્દ્ર સરકારમાં ઐતિહાસિક બેઠકો અપાવશે.
Published On - 10:08 pm, Sat, 1 July 23