USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી

|

Jul 15, 2023 | 3:29 PM

અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી
પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા

Follow us on

જાન્યુઆરી મહિનામા અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા છે અને તે બંને આરોપીઓ એનઆરઆઈ હોઈ હાલમાં અમેરિકા છે. જેમને લઈ લૂક આઉટ સર્ક્યુલર નિકાળવાની કાર્યવાહી કરવામાં આવી છે.

9 ગુજરાતીઓ ગત જાન્યુઆરી માસમાં અમેરિકા જવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આ તમામ લોકો ગત 4 ફેબ્રુઆરીથી સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરુ કરતા એક બાદ એક બે આરોપીઓને ઝડપી લીધા છે, હવે મહેન્દ્ર પટેલને ઝડપી લેવા માટે ટીમો રચીને શોધખોળ શરુ કરી છે.

રિસીવર મારફતે પહોંચવાનો પ્રયાસ

આ દરમિયાન પોલીસે વધુ એક રસ્તો અપનાવ્યો છે મિસીંગ લોકો સુધી પહોંચવા માટે. આ મુજબ પોલીસે હવે અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા વિજય પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પહોંચવા માટે લૂકઆઉટ સર્ક્યુલર નિકાળવામાં આવ્યા છે. એનઆરઆઈ વિજય પટેલ આણંદના પેટલાદનો વતની છે અને તે અમેરિકા પહોંચતા જ આ નવ લોકોને રિસીવ કરનાર હતો. વિજય પટેલ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોના રિસિવર તરીકેની ભૂમિકા નિભાવે છે. પોલીસે તેને આરોપી તરીકે આ ગુનામાં સામેલ કર્યો છે.

જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક

પોલીસને આશા છે કે, વિજય પટેલ પાસેથી સેન્ટ માર્ટીનમાં આ તમામ નવ લોકો હકીકતમાં અટવાયા છે કે, કેવી સ્થિતીમાં છે, તેની વિગતો મળી શકે છે. પ્રાંતિજ પોલીસે વધુ એક આરોપી ધવલ પટેલનુ પણ નામ ફરિયાદમાં ઉમેર્યુ છે.  ધવલ પટેલ ગાંધીનગરના કલોલ પાસેના નારદીપુર ગામનો છે. જે હાલમાં અમેરિકા જ સ્થાયી થયેલો છે અને તે એક મહિના પહેલા જ ગુજરાત આવીને પરત ફર્યો છે. ધવલ પટેલે ચાર વ્યક્તિઓને અમેરિકા મોકલવાના વચેટીયા તરીકે ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રતિક, અવનિબેન, અંકિત અને ઘ્રુવરાજસિંહના એજન્ટ તરીકે ભૂમિકા નિભાવી હતી. પોલીસે ઘવલ પટેલના માટે પણ લૂક આઉટ સર્ક્યૂલરની કાર્યવાહી કરી છે.

9 ગુજરાતીઓ કેવી સ્થિતી હશે એ ચિંતા

અગાઉ આરોપી દિવ્યેશ પટેલે બતાવ્યુ હતુ કે, તમામ 9 લોકોને સેન્ટ થોમસ પહોંચવાનુ હતુ. પરંતુ તેઓ ડોમિનિકાથી નિકળીને સેન્ટ માર્ટિનમાં જ ઝડપાયા છે. પરંતુ જે પ્રકારે પોલીસે હાલમાં કાર્યવાહી શરુ કરી છે, તેમાં કોઈ એજન્સીને આ પ્રકારની કડીઓ મળી રહી નથી. આમ હવે સવાલ એ છે કે, તમામ લોકો કેવી સ્થિતીમાં હાલમાં દિવસો ગુજારતા હશે અને તેઓ હાલમાં ગોંધી રાખવામાં આવ્યા હશે કે પછી ખરેખર જ ઝડપાઈ ગયેલા હશે એ કોઈ જ સ્પષ્ટતા થઈ રહી નથી.

 

આ પણ વાંચો : BCA માં ડખો! ઈરફાન પઠાણે ફોડ્યો લેટર બોમ્બ, કિરણ મોરેને લઈ મૂક્યો મોટો આરોપ, કોચ નિયૂક્તિને લઈ વિવાદ વકર્યો-Video

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:25 pm, Sat, 15 July 23

Next Article