Sabarkantha: હિંમતનગરમાં વિધર્મી યુવક ગેસ્ટ હાઉસમાં યુવતી લઈ પહોંચતા હિન્દુ સંગઠન કાર્યકરોનો હોબાળો, જુઓ Video

| Updated on: Aug 21, 2023 | 9:40 PM

વિધર્મી યુવક પોતાની સાથે એક યુવતીને લઈ પહોંચ્યો હતો. આ અંગેની ખબર મળતા જ એક બાદ એક હિન્દુ સંગઠનના કાર્યકરો હોટલ આગળ એકઠા થવા લાગ્યા હતા. હોટલે પહોંચેલા કાર્યકરોએ હોબાળો મચાવ્ચો હતો. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ હોટલ પર પહોંચ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સોમવારે બપોરે હિન્દુ સંહઠનોએ નવજીવન હોટલ આગળ હોબાળો મચાવ્યો હતો. એક વિધર્મી યુવક પોતાની સાથે એક યુવતીને લઈ પહોંચ્યો હતો. આ અંગેની ખબર મળતા જ એક બાદ એક હિન્દુ સંગઠનના કાર્યકરો હોટલ આગળ એકઠા થવા લાગ્યા હતા. હોટલે પહોંચેલા કાર્યકરોએ હોબાળો મચાવ્ચો હતો. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ હોટલ પર પહોંચ્યો હતો. હોટલ આગળ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો એકઠા થતા જ મામલો કેટલાક સમય સુધી ગરમાઈ ચુક્યો હતો.

નેશનલ હાઈવે અને ખૂબ જ અવર જવર ધરાવતા મોતીપુરા સર્કલ વિસ્તારની આ ઘટનાને લઈ લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ યુવક અને યુવતીની સલામતીને લઈ એલસીબી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસનો મોટો કાફલો પહોંચ્યા બાદ બંનેને હોટલથી બહાર નિકાળીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા યુવક અને યુવતની પ્રાથમિક પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ  Aravalli: વરસાદ ખેંચાવાને લઈ મોડાસામાં ખેડૂતોએ ચોવીસ કલાક ધૂન શરુ કરી, વરુણ દેવને રીઝવવા પ્રાર્થના

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 21, 2023 09:39 PM