પોતાની 13 માગણીઓને લઈને સાબરકાંઠાના આરોગ્ય વિભાગના 700 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાની કામગીરી થઈ ઠપ્પ

|

Feb 16, 2019 | 6:20 PM

સાબરકાંઠા જીલ્લાના આરોગ્યના કર્મચારીઓ એ હડતાળ પર ઉતરી આવ્યા છે, જીલ્લાના સાતસોથી વધુ આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી આવવાને લઇને જીલ્લામાં ગ્રામીણ સ્તરે આરોગ્યની સેવામાંઓમાં વિક્ષેપ ઉભા થયા હતા. સાબરકાંઠા જીલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી આવ્યા છે. પગારની  વિસંગતતાઓ ઉપરાંત તેમના પગાર અને વિવfધ […]

પોતાની 13 માગણીઓને લઈને સાબરકાંઠાના આરોગ્ય વિભાગના 700 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાની કામગીરી થઈ ઠપ્પ

Follow us on

સાબરકાંઠા જીલ્લાના આરોગ્યના કર્મચારીઓ એ હડતાળ પર ઉતરી આવ્યા છે, જીલ્લાના સાતસોથી વધુ આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી આવવાને લઇને જીલ્લામાં ગ્રામીણ સ્તરે આરોગ્યની સેવામાંઓમાં વિક્ષેપ ઉભા થયા હતા.

સાબરકાંઠા જીલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી આવ્યા છે. પગારની  વિસંગતતાઓ ઉપરાંત તેમના પગાર અને વિવfધ એલાઉન્સને લઇને અનેક પ્રકારે સમસ્યાઓ ભોગવતા હોવાને લઇને કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખત રજુઆતો ઉચ્ચ કક્ષાએ કરવા છતાં તેમજ વિરોધ દર્શાવવા છતાં પણ સરકાર દ્રારા કોઇ જ પગલાઓ નહી ભરવામા આવતા હોવાને લઇને આખરે હવે કર્મચારીઓ કામ છોડીને હડતાળ પર ઉતરી આવ્યા છે.
સમગ્ર જીલ્લામાંથી સાતસો જેટલા કર્મચારીએ હડતાળમાં જોડાઇને માંગણીઓને સ્વીકારવા માટેની રજુઆત કરીને ધરણાં કર્યા હતા. કર્મચારીઓએ જ્યાં સુધી માંગણીઓ નહી સંતોષાય ત્યા સુધી તેઓ હડતાળ પર રહેવાનુ એલાન કરતા અચોક્કસ સમય સુધીની હડતાળનો પ્રારંભ કર્યો છે. સાબરકાંઠા જીલ્લામાં હાલ તો આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતરી જવાને લઇને ગ્રામીણ અને શહેરી સ્તરની આરોગ્ય કચેરીઓની અને સગર્ભા મહીલાઓની આરોગ્યલક્ષી દેખરેખ અને બાળકોના રસીકરણ જેવી અનેક આરોગ્ય લક્ષી સેવાઓના કામો જાણે કે હાલ તો સ્થગિત થઇ ચુક્યા છે.

TV9 Gujarati

આરોગ્ય કર્મચારી મંડળ, સાબરકાંઠાના અધ્યક્ષ આશિષ બારોટે જણાવ્યુ હતુ કે અમારી 13 જેટલી માગોને લઇને અનેકવાર રજૂઆતો કરી છે અને આ માટે વિરોધ પણ દર્શાવ્યો છે. આમ છતા પણ તેનો કોઇ ઉકેલ નહી આવતા આખરે હડતાળ પર ઉતર્યા છીએ અને હજુ પણ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશુ. જ્યારે હડતાળમાં જોડાયેલ ગ્રામીણ કક્ષાએ આરોગ્ય કર્મી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મી શાહિન મનસુરી પણ રોષ વ્યક્ત કર્યો હતો કે અમે સગર્ભા મહીલાઓની આરોગ્યની દેખરેખ અને બાળકોને રસીકરણ જેવી કામગીરી કરતા હોઇએ છે પણ અમારા પગારથી લઇ્ને અનેક સમસ્યાઓ અને પ્રશ્નો છે અને તેનો ઉકેલ આવતો નથી.
[yop_poll id=1499]
 [youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article