સાબરકાંઠાઃ મગફળીની મબલખ આવકથી માર્કેટયાર્ડો ઉભરાવા લાગી, ટેકાના દર કરતા પણ વધુ ભાવ મળતા ખેડૂતોને રાહત

સાબરકાંઠા જિલ્લામાં હવે મગફળીની આવકો પણ માર્કેટયાર્ડોમાં ઉભરાવા લાગી છે. ખેડૂતોને પણ સારા ભાવ મળવાને લઈને આનંદ વર્તાઈ રહ્યો છે. આમ તો ખેડૂતો માટે મોટેભાગે અપોષણ ક્ષમ ભાવોનો કકળાટ વર્તાતો હોય છે, પરંતુ હાલમાં ટેકાના ભાવ કરતા પણ સારા ભાવ ખુલ્લી હરાજીમાં મળવાને લઈને ખેડૂતો માટે રાહત છે. આમ તો સામાન્ય રીતે બજારમાં ઉત્પાદન પહોંચવા […]

સાબરકાંઠાઃ મગફળીની મબલખ આવકથી માર્કેટયાર્ડો ઉભરાવા લાગી, ટેકાના દર કરતા પણ વધુ ભાવ મળતા ખેડૂતોને રાહત
| Edited By: | Updated on: Oct 15, 2020 | 7:35 PM

સાબરકાંઠા જિલ્લામાં હવે મગફળીની આવકો પણ માર્કેટયાર્ડોમાં ઉભરાવા લાગી છે. ખેડૂતોને પણ સારા ભાવ મળવાને લઈને આનંદ વર્તાઈ રહ્યો છે. આમ તો ખેડૂતો માટે મોટેભાગે અપોષણ ક્ષમ ભાવોનો કકળાટ વર્તાતો હોય છે, પરંતુ હાલમાં ટેકાના ભાવ કરતા પણ સારા ભાવ ખુલ્લી હરાજીમાં મળવાને લઈને ખેડૂતો માટે રાહત છે. આમ તો સામાન્ય રીતે બજારમાં ઉત્પાદન પહોંચવા લાગે એટલે તરત જ જાણે કે ખેડૂતોના ઉત્પાદનના ભાવોને નજર લાગી જાય છે. જે ભાવની ખેડૂતોને આશા હોય છે, તે ભાવો જ તળીયે બેસી જતા હોય છે અને આવુ મોટે ભાગે સિઝન દર સિઝન થતુ આવ્યુ છે. સાબરકાંઠામાં હાલમાં મગફળીના પાકથી ખેત બજારો ઉભરાવા લાગ્યા છે. હિંમતનગરનું માર્કેટયાર્ડ પણ મગફળીની વધતી આવકોથી ઉભરાવા લાગ્યુ છે. વહેલી સવારથી જ માર્કેટયાર્ડ ખેડૂતોના વાહનોથી ભરચક થઈ જાય છે, સાથે જ વાહનોની કતારો પણ લાંબી જામે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂતો માટે જાણે કે સારા દિવસો સમાન આ કતારો હાલમાં ભાસી રહી છે. એક તરફ મગફળીનું મબલખ ઉત્પાદન ખેત બજારમાં ઠલાવાઈ રહ્યુ છે તો બીજી તરફ ભાવ પણ ઉંચા છે. આમ સારા ભાવ હોવાને લઈને ખેડૂતોના ચહેરા પર પણ ખુશહાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે આ ભાવ પણ હાલ તો જળવાઈ રહે તો દિવાળી પણ સુધરી શકે છે. માર્કેટયાર્ડનું માનવુ છે કે આ ભાવ ખેડૂત માટે સારા છે અને તે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા પણ વધુ હોવાને લઈને ખેડૂતોને રાહત છે.  માર્કેટયાર્ડ હિંમતનગર સેક્રેટરી મણીલાલ પટેલ કહે છે કે, ચાલુ વર્ષે સારા ઉત્પાદનને લઈને મગફળીની આવકોનું પ્રમાણ વધ્યુ છે તો બીજી તરફ ભાવ પણ સરકારે ટેકાના નક્કી કરેલા ભાવ કરતા પણ વધુ મળી રહ્યા છે, આમ સારા ભાવ મળવાને લઈને ખેડૂતોને પણ સંતોષ વર્તાઈ રહ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો હિંમતનગર માર્કેટયાર્ડની જ વાત કરવામાં આવે તો હાલમાં પ્રતિદિન 10થી 12 હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે. આ માટે ખેડૂતો કતાર લગાવી રહ્યા છે. હરાજી પણ લાંબો સમય ચાલે છે. ખેડૂતોને પણ મગફળીના ઉત્પાદનના 900 રુપીયાથી લઈને 1,200 રુપીયા સુધીના ભાવ મળતા હોવાને લઈને ખેડૂતોને જાણે કે રાહત સર્જાઈ છે. ખેડૂતો પણ એમ માની રહ્યા છે કે આ વર્ષે લાંબા સમય બાદ દિવાળી સારી રીતે ઉજવી શકાશે. કારણ કે મોટા ભાગે દિવાળી પહેલાના પાકમાં જ ખેડૂતોએ ચોમાસાની અસર અને અપોષણક્ષમ ભાવોની રામાયણ ભોગવવી પડતી હોય છે. તેની સામે હાલમાં ખેડૂતોને સારા ભાવ મળવાને લઈને રાહત સર્જાઈ છે. જિલ્લામાં તલોદ અને પ્રાંતિજ તેમજ સલાલ, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં પણ પ્રમાણમાં સારી આવક મગફળીની થઈ રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો