સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારનાં ખેડુતોને કપાસની ખેતીમાં નુક્શાનની વકી, પાકમાં સુકારો અને ફુગ આવી જતા પાક નષ્ટ થવાનાં આરે, સરકાર પાસે નુક્શાન વળતરની કરી માગ

સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તાર એટલે કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર. આ વિસ્તારના ખેડૂતો કપાસની ખેતી મહત્તમ પ્રમાણમાં કરે છે જોકે ચાલુ વર્ષે લપડાક ખેડૂતોને કપાસની ખેતીમાં સહન કરવી પડી રહી છે. વડાલીના થુરાવાસ, ભંડવાલ સહીતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આ વર્ષે પણ વરસાદની અપેક્ષા વચ્ચે, માત્ર બે જ દિવસ સારો વરસાદ થયો. […]

સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારનાં ખેડુતોને કપાસની ખેતીમાં નુક્શાનની વકી, પાકમાં સુકારો અને ફુગ આવી જતા પાક નષ્ટ થવાનાં આરે, સરકાર પાસે નુક્શાન વળતરની કરી માગ
https://tv9gujarati.in/sabarkantha-jill…n-vadtar-ni-maag/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:25 PM

સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તાર એટલે કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર. આ વિસ્તારના ખેડૂતો કપાસની ખેતી મહત્તમ પ્રમાણમાં કરે છે જોકે ચાલુ વર્ષે લપડાક ખેડૂતોને કપાસની ખેતીમાં સહન કરવી પડી રહી છે. વડાલીના થુરાવાસ, ભંડવાલ સહીતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આ વર્ષે પણ વરસાદની અપેક્ષા વચ્ચે, માત્ર બે જ દિવસ સારો વરસાદ થયો. કપાસના ખેતરોમાં ફુગ આવી જવી અને સુકારાના કારણે કપાસની ખેતી સુકાવા લાગી છે જેથી તૈયાર થવા આવેલો પાક સિઝનનો ઉતારો મેળવાય એ પહેલા જ હવે નષ્ટ થઈ રહ્યો છે. ખેડૂતો સરકાર સામે આશા લગાવી બેઠા છે કે, સરકાર સર્વેની કામગીરી હવે ઝડપથી હાથ ધરે અને તેમના નુકસાનનું વળતર આપી સહાય કરે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:30 am, Sat, 5 September 20