Gujarati NewsGujaratSabar dairy will get sabar chhas at half the price of chhas amul chhas
અમુલ સામે હવે તેની જ સાબર છાશ હરીફાઇ કરશે, અમુલ પાર્લર પર માત્ર પાંચ રુપિયામાં છાશનુ પાઉચ મળશે.
સાબર ડેરીએ હવે મોંઘવારીમાં લોકોને પરવ[S તેવી છાશ ગુરુવારથી બજારમાં મુકી છે, અત્યાર સુધી મળતી અમુલની છાશ સામે અડધાથી પણ ઓછી કિંમતે. હવે સાબર છાશ લોકોને અમુલ પાર્લર પર મળી રહશે. મોંઘવારીમાં છાશ લોકોને સરળતા અને સસ્તામાં મળે એ માટે પ્રયાસ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કર્યો છે. સાબરડેરી દ્રારા અમુલ બ્રાન્ડ હેઠળ દુધ […]
સાબર ડેરીએ હવે મોંઘવારીમાં લોકોને પરવ[S તેવી છાશ ગુરુવારથી બજારમાં મુકી છે, અત્યાર સુધી મળતી અમુલની છાશ સામે અડધાથી પણ ઓછી કિંમતે. હવે સાબર છાશ લોકોને અમુલ પાર્લર પર મળી રહશે. મોંઘવારીમાં છાશ લોકોને સરળતા અને સસ્તામાં મળે એ માટે પ્રયાસ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કર્યો છે.
સાબરડેરી દ્રારા અમુલ બ્રાન્ડ હેઠળ દુધ અને તેની બનાવટોનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રાજ્યની ત્રણ સૌથી મોટા દુધ ઉત્પાદક ડેરી તરીકે સાબરડેરીની ગણના કરવામાં આવે છે. પરંતુ હવે સાબરડેરી પ્રથમ વાર અમુલ સાથે સાબર નામની પ્રોડક્ટ પણ બજારમાં મુકી છે. સાબર ડેરીએ હવે સાબર નામની છાશની પ્રોડક્ટ ગુરુવારથી બજારમાં મુકી છે. જે અમુલના પાર્લર પર હાલ ઉપલબ્ધ રહેશે. સાબર છાશની ખાસિયત પણ એ છે કે છાશનુ આ પાઉચ ખુબ જ સસ્તુ અને વાજબી, અમુલ છાશ કરતા પણ સાબર છાશ અડધાથી પણ ઓછી કિંમતની મળી રહેશે. જેને લઇને હવે ગ્રાહકોમાં પણ એક પ્રકારે હવે આકર્ષણ વધ્યુ છે.
અમુલ છાશ હાલમાં ૨૪ રુપીયા પ્રતિ લીટરે ઉપલબ્ધ છે જેની સામે માત્ર દશ રુપીયામાં જ આઠસો ગ્રામ સાબર છાશ નુ પાઉચ અમુલ પાર્લર પર મળી રહેશે. તો ૪૦૦ ગ્રામનુ સાબર છાશનુ પાઉચ માત્ર પાંચ રુપિયાની કિંમતે મળી રહેશે આમ ૧૨ રુપીયાના હાલના અમુલના પાઉચ કરતા ખુબ જ કિફાયતી હોવાને લઇને સાબરડેરીને આ છાશ ની માંગ ખુબ વધુ રહેશે તેમ આશા સેવી રહ્યુ છે.
જો કે હાલની સિઝનની અનુરુપ ધ્યાને રાખી સવારમાં પહેલી બેચમાં ૩૫૦૦ લીટર છાશ ને વેચાણમાં મુકતા જ તે ઝડપ થી વેચાયા હોવાનો સાબરડેરીએ દાવો કર્યો હતો. આગામી દિવસોમાં ૫૦,૦૦૦ લીટર છાશનુ વેચાણ થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. સાબરડેરીનુ માનવુ છે કે હાલની મોંઘવારીમાં મધ્યમ વર્ગને પરવળે તેવી પ્રોડક્ટ બજારમાં મુકવી આવશ્યક છે. જોકે છાશની સાથે હવે દુધ માટે પણ કિફાયતી ભાવ થી ગ્રાહકોને વેચાણ કરવામાં આવે તો પણ લોકોને હજુ વધુ રાહત સર્જાઇ શકે છે.
સાબરડેરીના મેનેજીંગ ડીરેકટર ડો. બીએમ પટેલે વાત કરતા કહ્યુ હતુ કે, હાલની મોંઘવારીને ધ્યાને રાખીને અમે ગ્રાહકો માટે દુધની બનાવટો ને વ્યાજબી રાખવાને લઇને છાશની સસ્તી પ્રોડક્ટ શરુ કરી છે. આ છાશ ની નવી શરુ કરેલ પ્રોડક્ટ મધ્યમ અને ગરીબ વર્ગને પરવડે તે માટે થઇને માત્ર પાંચ રુપિયાનુ પાઉચ બજારમાં મુકેલ છે, જે દશ રુપિયામાં ૮૦૦ ગ્રામ છાશ મળી રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો