KUTCH: અહો આશ્ચર્યમ્, ભુજમાં વગર વરસાદે પડી રહ્યા છે ભૂવા, શહેરના અનેક વિસ્તારમાં સમસ્યા!

|

Jan 17, 2022 | 5:18 PM

સામાન્ય રીતે ચૌમાસામાં રસ્તા બેસી જાય તેવી ઘટના તો રાજ્યમાં અનેક જગ્યાએ બને છે. પરંતુ ભુજમાં લાંબા સમયથી ડ્રેનેજના યોગ્ય આયોજનના અભાવે આવી સમસ્યા થઇ રહી છે.

KUTCH: અહો આશ્ચર્યમ્, ભુજમાં વગર વરસાદે પડી રહ્યા છે ભૂવા, શહેરના અનેક વિસ્તારમાં સમસ્યા!
Roads in Bhuj were broken without rain

Follow us on

ગટરના પાણીના યોગ્ય નિકાલના અભાવે ચોમાસા (Monsoon) દરમ્યાન ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા સાથે રસ્તાઓ બેસી જવાની ધટના બને છે. પરંતુ હાલમાં વગર ચૌમાસે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે.

તાજેતરમાં જ ભુજ (Bhuj) ના સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરની લાઇન  (Drainage line) બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેમાં પડી જવાથી અનેક વાહનચાલકો (Drivers) ખાડામાં પડી મુશ્કેલીમાં મુકાયા હતા. તો ભુજના લાલટેકરી વિસ્તારમાં પણ ગટરના મોટા ખાડાઓ પડી જતા ગટર વ્યવસ્થા પુર્વવત કરતા માટે ભારે મહેનત પડી હતી તો વિપક્ષ કોગ્રેસના વિરોધનો પણ પાલિકાને સામનો કરવા પડ્યો હતો ત્યારે વધુ બે વિસ્તારમાં ભુવા પડવાની ધટના બની છે.

ભુજના સ્વામીનારાયણ મંદિર રોડ પર બે દિવસ પહેલા આજ રીતે રોડ અચાનક બેસી ગયો હતો અને તેનુ કામ પુર્ણ થયા બાદ રસ્તા પર વાહન વ્યવહાર પુર્વવત થયો હતો. ત્યારે આજે ભુજના ખેંગારબાગ નજીક રસ્તા પર મોટુ ગાબળુ પડી જતા વાહનવ્યવહાર બંધ કરી પાલિકાએ કામગીરી શરૂ કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જવાબદાર કોણઃ કોંગ્રેસ

કોગ્રેસે આક્ષેપ કર્યો છે. કે ગટર નિયોજનની નબળી કામગીરીને લીધે આ સમસ્યા ઉભી થઇ છે. અને ક્યારેક મોટી દુર્ધટના સર્જાશે ત્યારે કોણ જવાબદાર રહેશે. નગર પાલિકાએ યોગ્ય આયોજન સાથે મજબુત કામ કરવું જોીએ જેથી આવી સમસ્યાઓ ન થાય

નવી ગટર યોજનાની દરખાસ્ત મુકાઈ છેઃ પાલિકા પ્રમુખ

આ અંગે ભુજ પાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરે જુની લાઇન અને ક્યાક નબળી ગટર લાઇન બેસી ગઇ છે. જેનુ કામ ચાલુ છે. અને નવી ગટર યોજના માટેની દરખાસ્ત મંજુર થયે આ સમસ્યાના કાયમી ઉકેલ માટેની વાત કરી ખેંગારબાગ નજીક સ્વામીનારાયણ મંદિરની પાણીની લાઇન બેસી જતા ભુવો પડ્યો છે. જે અંગે કામગીરી ચાલુ હોવાનુ કહ્યુ હતુ.

વારંવાર પડતાં ગાબડાંથી ભ્રષ્ટાચારની ગંધ

કરોડો રૂપીયાના ડ્રેનેજ કામો દર વર્ષે પાલિકા દ્રારા થાય છે પરંતુ યોગ્ય આયોજન વગર થતા કામોના ગાબળા ક્યાક ભષ્ટ્રાચારની ચાળી ખાય છે ત્યારે જોવુ રહ્યુ કે શહેરીજનોને આ કાયમી સમસ્યાથી ક્યારે છુટકારો મળે છે. ભુવાઓને કારણે મોટી દુર્ધટના સર્જાય તે પહેલા પાલિકા યોગ્ય કામગીરી કરે તેવી શહેરીજનોની માંગ છે.

આ પણ વાંચોઃ Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

આ પણ વાંચોઃ કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

Published On - 5:10 pm, Mon, 17 January 22

Next Article