JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા

|

Oct 15, 2021 | 6:01 PM

લીસનના પિતા ચાની કીટલી ચલાવી મહિને માંડ 12થી 15 હજાર કમાઈ શકે છે. પુત્રના ઉચ્ચ શિક્ષણ માટે લીસનના પિતાએ 20 લાખ રૂપિયાની લોન લીધી છે. તો પુત્રની સફળતામાં લીસનના માતાનો પણ મોટો સહયોગ છે.

JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના 3 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા લેવલે ઝળક્યા. નમન સોનીએ ઓલ ઇન્ડિયા છઠ્ઠો રેન્ક મેળવ્યો. તો અનંથ કિદામ્બીએ ઓલ ઇન્ડિયા 13મો રેન્ક મેળવ્યો. તો લીસન કડીવારે 57 મો રેન્ક મેળવ્યો છે. IIT ખડગપુર દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. દેશની ટોપ IIT અને એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે JEE એડવાન્સની પરીક્ષા. 57 મો રેન્ક પ્રાપ્ત મેળવનાર લીસન કડીવારનો પરિવાર ચા ની કિટલી ચલાવે છે.

લીસનના પિતા ચાની કીટલી ચલાવી મહિને માંડ 12થી 15 હજાર કમાઈ શકે છે. પુત્રના ઉચ્ચ શિક્ષણ માટે લીસનના પિતાએ 20 લાખ રૂપિયાની લોન લીધી છે. તો પુત્રની સફળતામાં લીસનના માતાનો પણ મોટો સહયોગ છે. લીસને પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો છે.

JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. IIT ખડગપુરે સવારે 10.10 વાગ્યે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર પરિણામની લિંક એક્ટિવ કરી હતી. આ વખતે મૃદુલ અગ્રવાલ IIT JEE એડવાન્સ્ડ 2021 (JEE Advanced topper 2021) ટોપર બન્યો છે. જયપુરના મૃદુલે માત્ર JEE એડવાન્સ્ડ 2021માં ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. પણ એક ઇતિહાસ પણ સર્જ્યો છે. તેણે છેલ્લા 10 વર્ષમાં JEE એડવાન્સ્ડ પરીક્ષામાં સર્વોચ્ચ સ્કોર મેળવ્યો છે.

આ વખતે JEE એડવાન્સ્ડ પરીક્ષા કુલ 360 ગુણ માટે લેવામાં આવી હતી. જેમાંથી મૃદુલને 348 ગુણ મળ્યા છે. ટકાવારીમાં તે 96.66 ટકા મેળવ્યા છે. 2011 પછી આ સ્કોર સૌથી વધુ છે. JEE એડવાન્સ્ડ 2020 ટોપરને 396 માંથી 352 માર્ક્સ મળ્યા છે. એટલે કે 88.88 ટકા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ સ્કોર 2012માં જેઇઇ એડવાન્સ્ડ ટોપર 96 ટકા મેળવ્યો હતો.

Next Video