ગુજરાતમાં(Gujarat) ગાંધીનગરમાં મહાનગરપાલિકાની(Gandhinagar Corporation)3 ઓકટોબર ને રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીનું મંગળવાર અને 5 ઓકટોબરના રોજ પરિણામ(Result) જાહેર કરવામાં આવશે. જેને લઇને રાજકીય પક્ષોની ઉત્સુકતા વધી છે. જેમાં 3 ઓકટોબરના રોજ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાનના આંકડા એવરેજ રહ્યા હતા.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઘણા વિવાદો અને બબાલ સાથે મતદાન પૂર્ણ થયું છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગર મનપાનું સરેરાશ 56.51 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ નંબર-7માં 66.94 ટકા મતદાન થયું. સૌથી ઓછું વોર્ડ નંબર-5 માં મતદાન થયું. જે 41.73 ટકા મતદાન હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર-1 માં પણ સરેરાશ 65 ટકા મતદાન જોવા મળ્યું છે. 162 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ કરવામાં આવ્યા. દિવસ દરમિયાન ઘણી ફરિયાદો જોવા મળી. તેમજ ઘણા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં (GMC Election) અનેક સ્થળે બબાલ જોવા મળી છે. વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાનો આપનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત સેક્ટર-15માં આપના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકરો પાસે આઈ-કાર્ડ માંગવામાં આવ્યા.સેક્ટર-22માં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગુમ થવાથી હંગામો થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેમજ સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવ્યાની ફરિયાદ પણ જોવા મળી.
ભાટ ગામે મોટો હોબાળો જોવા મળ્યો. વોર્ડ-11 ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો આક્ષેપ લાગ્યો છે. જેમાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યાનો આપનો આરોપ છે.
આ પણ વાંચો : નીતિન પટેલની માર્મિક ટકોર, કહ્યું અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી
આ પણ વાંચો: Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે
Published On - 8:49 am, Mon, 4 October 21