ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 968 કેસ

|

Jan 02, 2022 | 9:08 PM

ગુજરાતમાં 02 જાન્યુઆરીના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 01 ડિસેમ્બરની સરખામણીએ ઘટાડો નોંધાયો છે, જેમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 968 કેસ
Gujarat Corona Update( File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  02  જાન્યુઆરીના  રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona)  કેસમાં 01 ડિસેમ્બરની સરખામણીએ ઘટાડો નોંધાયો છે, જેમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે.જ્યારે એક્ટિવ કેસનો(Active Cases)  આંક 4753 પર પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તેમજ ઓમીક્રોનનો(Omicron) પણ એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે એક વ્યકિતનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે.

ગુજરાતમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં 396 , સુરતમાં 209, વડોદરામાં 64, રાજકોટમાં 40, ખેડામાં 36, આણંદમાં 29, વલસાડમાં 27, નવસારીમાં 21, રાજકોટમાં 20, કચ્છમાં 17, ગાંધીનગરમાં 14, સુરત જિલ્લામાં 14, ભરૂચમાં 09, ભાવનગરમાં 09,

અમદાવાદ જિલ્લામાં 08, ગાંધીનગર જિલ્લામાં 06, ગીર સોમનાથમાં 05, વડોદરા જિલ્લામાં 05, અમરેલીમાં 04, જૂનાગઢ જિલ્લામાં 04, જૂનાગઢમાં 04, મહીસાગરમાં 04, દ્વારકામાં 03, મહેસાણામાં 03, મોરબીમાં 03, તાપીમાં 03, બનાસકાંઠામાં 02, જામનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, પંચમહાલમાં 02, સાબરકાંઠા 02, ભાવનગરમાં 01 કેસ નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

અમદાવાદમાં વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

આ દરમ્યાન અમદાવાદમાં વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ અને સોલાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે પશ્ચિમ ઝોન આંબાવાડીના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. તેમજ મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. જ્યારે આજે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ માં મુકાયા છે. જેના પગલે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 થઇ છે.

હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતા સાથે જ ગ્રાહકોને પ્રવેશ

બીજી તરફ કોરોનાને કેસ અટકાવવા માટે કડક પ્રતિબંધો લગાવાયા છે.સરકારી કચેરીઓમાં બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે.તો હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતા સાથે જ ગ્રાહકોને પ્રવેશ મળશે..જાહેરસ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત છે.

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ત્રીજી લહેર માટે સુસજ્જ થવા દેશભરના આરોગ્ય પ્રધાનોએ મંથન કર્યું.દેશના તમામ રાજ્યોમાં ઓક્સિજન, બેડની વ્યવસ્થા અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને માહિતી મેળવી હતી.મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વૅક્સિનેશન પર ભાર મૂકવા સૂચન કર્યું છે.

સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારે પણ તૈયારીઓ શરૂ કરી

આ તમામ રાજ્યો પાસે કેવા પ્રકારની તૈયારી છે તેની સમીક્ષા સાથે આરોગ્ય સચિવો સાથે હોસ્પિટલોની વ્યવસ્થા અંગે ચર્ચા થઇ.તો કચ્છમાં પણ કોરોનાના વધતા કેસને લઈને વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓ સાથે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી..તો સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Mehsana: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ બન્યા બાબુભાઈ પટેલ, વરણી બાદ આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  વિડીયો : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો હજુ પણ બેદરકાર, કોરોના ગાઇડ લાઇન ભુલાઈ

 

Published On - 7:44 pm, Sun, 2 January 22

Next Article