દાહોદમાં રેલવે હોસ્પિટલમાં આરોગ્ય સ્ટાફની ભરતી રદ કરાઇ, ઇન્ટરવ્યુ સ્થળે પહોંચેલા ઉમેદવારોનો હોબાળો

|

Oct 07, 2021 | 1:28 PM

દાહોદમાં રેલવે હોસ્પિટલમાં આરોગ્ય સ્ટાફની ભરતી કેન્સલ કરાતા હોબાળો મચી ગયો. પેપરમાં જાહેરાત આપીને જગ્યા ભરવા ઉમેદવારોને આજે ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.

દાહોદમાં રેલવે હોસ્પિટલમાં આરોગ્ય સ્ટાફની ભરતી કેન્સલ કરાતા હોબાળો મચી ગયો. પેપરમાં જાહેરાત આપીને જગ્યા ભરવા ઉમેદવારોને આજે ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. પરંતુ દેશભરમાંથી ઈન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારો હોસ્પિટલમાં લગાવેલી નોટિસ જોઈને ચોંકી ગયા હતા. હોસ્પિટલમાં નોટિસ લગાવાઈ છે કે ભરતી હાલમાં કેન્સલ રાખી છે. જોકે ઉમેદવારોનો આક્ષેપ છે કે ઈન્ટરવ્યૂ પહેલા જ ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા ભરી દેવાઈ છે. ઉમેદવારના સગા-વ્હાલાએ આક્ષેપ કર્યો કે રેલવેના સત્તાધીશો અને રાજકીય નેતાઓની સાંઠ-ગાંઠથી જગ્યા ભરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાને લઈ ઈન્ટરવ્યૂ આપવા આવેલા તમામ ડૉક્ટર્સે હોબાળો મચાવતા RPFનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા પ્રયત્નો કર્યા હતા.

Published On - 1:28 pm, Thu, 7 October 21

Next Video