GANDHINAGAR : ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાનના 17 સપ્ટેમ્બરનો દિવસ અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યો છે. આજે 17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેગા રસીકરણ કેમ્પ કરવામાં આવ્યાં હતા. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ સુરત શહેરમાં બે લાખથી વધુ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
રાજ્યમાં આજ યોજાયેલા રસીકરણ અભિયાનમાં સુરત બાદ સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં થયું છે. અમદાવાદ શહેરમાં 1,50,096 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 81,543 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
3 જિલ્લાઓમાં 80 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું
અમદાવાદ : 81,543
મહેસાણા : 81,084
બનાસકાંઠા : 81,045
6 જિલ્લાઓમાં 70 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું
ખેડા : 77,008
દાહોદ : 74,713
સુરત : 74,700
સાબરકાંઠા : 73,016
આણંદ : 72,127
નવસારી : 71,589
3 જિલ્લાઓમાં 60 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું
વડોદરા શહેર : 61,946
વડોદરા જિલ્લો : 61,040
પંચમહાલ : 60,527
ભાવનગર : 68,935
અન્ય શહેર-જિલ્લાઓમાં થયેલા રસીકરણની વિગત આ ઈમેજમાં જોઇ શકાશે :
રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્રપટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે સિક્કા, જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીનું કાર્યકર્તાઓને સંબોધન,”ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામૂં આપ્યું”, અનેક કાર્યકર્તાઓ થયા ભાવુક
આ પણ વાંચો : PM Modi ના જન્મદિન નિમિત્તે રાજ્યમાં અનેક યોજનાઓથી આટલા કરોડનો લાભાર્થીઓને મળ્યો લાભ
Published On - 10:05 pm, Fri, 17 September 21