RATH YATRA : જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી મળે તેવી સંભાવના, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે

|

Jun 30, 2021 | 5:00 PM

RATH YATRA :  આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે.

RATH YATRA : જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી મળે તેવી સંભાવના, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રા

Follow us on

RATH YATRA :  આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો હજુ આ મુદ્દે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ જે રીતે મંદિરે રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તે જોતા કહી શકાય કે, આ વર્ષે કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળી શકે છે. સરકાર પણ કેટલીક શરતોને મંજૂરી આપશે તેમ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

રથયાત્રાનું થઇ શકે છે આયોજન, સત્તાવાર જાહેરાત નહીં

ગયા વર્ષે કોરોનાની સ્થિતિને લઈને ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નગરચર્યા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી નથી. જોકે રથયાત્રા પૂર્વેની તમામ ધાર્મિક વિધી કોરોનાની ગાઈડલાઈન સાથે સંપન્ન થઈ હતી. ગત વરસે રથયાત્રા નીકળી નહી તે અંગે લોકોની આસ્થાને ઠેસ પહોંચી હોવાનું ખુદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું. અને, પોતે પણ દુ:ખી હોવાનો એકરાર કર્યો હતો. સાથોસાથે કેટલાકે વિશ્વાસઘાત કર્યો હોવાનું ચોકાવનારું નિવેદન પણ કર્યુ હતું.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. આ મામલે સરકાર દ્વારા હાલ તો કોઇ જાહેરાત કરાઇ નથી. પરંતુ, છેલ્લી ઘડીએ સરકાર આ મુદ્દે જાહેરાત કરી શકે છે. રથયાત્રા દરમિયાન તમામ વિસ્તારોમાં કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાશે.

વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે. પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઉભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે.

રથયાત્રામાં ટ્રકો-અખાડા-ભજનમંડળી નહીં જોડાઇ શકે
ગત વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું. અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જોકે આ વર્ષે મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળશે. અંગત સૂત્રોની માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જો કે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહીં જોડાઇ શકે. માત્ર વર્ષો જૂની પરંપરા ન તૂટે તે માટે રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે.

 

Published On - 4:56 pm, Wed, 30 June 21

Next Article