
રાજકોટમાં સ્લમ વિસ્તારના બાળકોએ રેડ કાર્પેટ પર રેમ્પ વોક કર્યુ હતુ..સમાજના પછાત વિસ્તારના બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થા મેંગોપીપલ પરિવાર દ્રારા આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેને જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
રાજકોટમાં એક મોલમાં બાળકોએ રેમ્પ વોક કર્યું હતું. સ્લમ વિસ્તારના બાળકોને આ રેમ્પ વોક માટે કોઈ વિશેષ તાલીમ આપવામાં આવી ન હતી. બાળકોએ જ્યારે રેમ્પ વોક કર્યું ત્યારે બધા જોનારાં મંત્રમુગ્ધ બની ગયાં હતાં. આ રેમ્પ વોકના આયોજનનો ઉદ્દેશ્ય બાળકો રેમ્પ વિશે જાગૃત થાય અને શહેરના લોકોને આ સ્લમ વિસ્તારના બાળકો વિશે જાણવા મળે તેનો હતો. બીજી બાજુ આ કાર્યક્રમના લીધે બાળકોને સારા કપડાં પહેરવાનો પણ મોકો મળ્યો હતો.
[yop_poll id=1320]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 12:58 pm, Mon, 11 February 19