Ram Mandir: એન્જિનિયર યુવકનો લગ્નનો અનોખો સંકલ્પ, ચાંદલાની રોકડ રામ મંદિર નિર્માણ નિધીમાં આપશે

હાલમાં રામમંદિર (Ram Mandir)ને લઈને દેશભરમાં રામમંદિર નિર્માણ નીધી (Nirman Nidhi)ને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ દરમ્યાન સાબરકાંઠા (Sabarkantha)ના એક પરિવારે રામમંદિરના નિર્માણને લઈને અનોખી લાગણી દર્શાવી છે.

Ram Mandir: એન્જિનિયર યુવકનો લગ્નનો અનોખો સંકલ્પ, ચાંદલાની રોકડ રામ મંદિર નિર્માણ નિધીમાં આપશે
| Edited By: | Updated on: Feb 05, 2021 | 6:01 PM

હાલમાં રામમંદિર (Ram Mandir)ને લઈને દેશભરમાં રામમંદિર નિર્માણ નીધી (Nirman Nidhi)ને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ દરમ્યાન સાબરકાંઠા (Sabarkantha)ના એક પરિવારે રામમંદિરના નિર્માણને લઈને અનોખી લાગણી દર્શાવી છે. પરિવારે પોતાના એન્જિનિયર પુત્રના લગ્નમાં આવનારી ચાંદલાની રકમ અને રોકડ પહેરામણીને રામમંદિરના નિર્માણની નિધીમાં આપી દેવાનો નિર્ણય કર્યો છે.

 

નવતર લાગણી દર્શાવનાર હિંમતનગરના એક જનક્ષત્રિય પરિવારમાં આગામી વેલેન્ટાઈન ડે (Valentine Day)ના દિવસે લગ્ન પ્રસંગ છે. લગ્નને લઈ હાલમાં પુરજોશમાં તૈયારીઓ પરિવારજનો કરી રહ્યા છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી ધરાવતા સચિન જનક્ષત્રિયના લગ્ન વેલેન્ટાઈન ડેના દિવસે યોજાનારા છે. સમાજના રીતરિવાજ મુજબ તારીખ 14 માર્ચના રોજ લગ્ન હિન્દુ વિધિથી લગ્ન પ્રસંગનુ આયોજન નક્કી કર્યું છે. સચિને પોતાની પત્નિ તરીકેની પસંદગી આરોગ્યના વ્યવસાય સાથે સંકળાયેલી એક શિક્ષિત યુવતી પર ઉતારી છે.

 

ત્યારે બીજી તરફ હિન્દુઓના પવિત્ર આસ્થા સમાન રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ પરિવારે પણ એક સંકલ્પ પણ રામમંદિર માટે કર્યો છે. તેમના સંકલ્પ મુજબ લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ સગાઓ અને મિત્ર વર્તુળ દ્વારા જે ચાંદલાની રકમ રોકડ સ્વરૂપે આપશે તે રામમંદિરને અર્પણ કરશે. એટલે કે તમામ રકમ રામમંદિરના નિર્માણ કાર્ય માટે ની નિધીમાં સુપ્રત કરી પોતાના લગ્નને યાદરૂપી સ્મૃતિ બનાવશે. સાથે જ મંદિર માટે કંઈક કર્યાનો આનંદ પણ લગ્નના ખુશીમાં બેવડાશે તો પુત્ર પણ માતા-પિતાએ લીધેલા નિર્ણયથી ખુશી દર્શાવી છે. લગ્ન કરનાર યુવક સચિન જનક્ષત્રિયએ કહ્યુ હતુ કે  હાલમાં રામમંદિર નિર્માણ થઈ રહ્યુ છે તો મારા માતા પિતાએ પણ તેમાં સહભાગી થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. એટલે તેનાથી ખુબ જ ખુશી છે.

 

 

લગ્ન ની આમંત્રણ પત્રિકામાં પણ પોતાના આ સંકલ્પને સ્થાન આપી નોધ કરી છે.

 

હિંમતનગરમાં જનક્ષત્રિય પરિવાર પોતાના પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની ઉપરાંત પહેરામણી જેવી રોકડ રકમને પણ રામ મંદિરના નિર્માણની નિધિ તરીકે આપવાના છે. તે માટે તેઓએ અગાઉથી જ લગ્નની આમંત્રણ પત્રિકામાં પણ પોતાના આ સંકલ્પને સ્થાન આપી નોંધ કરી છે. લગ્ન કરનાર યુવક સચિનના પિતા યોગેશભાઈએ યુવાનીમાં રામ મંદિર માટેની ગતિવિધિઓના સાક્ષી રહ્યા છે. તેઓએ હવે પોતાના પુત્રને તેના યુવાન કાળને ધાર્મિક ભાવનાઓને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો છે. જો કે આગામી 14મી ફેબ્રુઆરીએ વિશેષ દિવસ કરતા નવવિવાહ કરનારુ યુગલ રામમંદિરના નિર્માણને લઈને કાયમ માટે તેમની સ્મૃતી પણ સમૃદ્ધ બની જશે.

 

સચિનના પિતા યોગેશભાઈ જનક્ષત્રિયએ કહ્યુ કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યુ છે, જે લગ્નને યાદગાર બનાવવા માટે અમે ચાંદલાની રકમને અમે નિધીમાં અર્પણ કરીશુ. આમ અમે અમારા પ્રસંગને ધાર્મિક ભાવના સાથે યાદગાર બનાવીશું, હાલમાં અનેક પરિવારો પોતાની યથા શક્તિ રુપે ઉત્સાહપૂર્વક રામમંદિર માટે નિધી અર્પણ કરી રહ્યુ છે. આ દરમ્યાન સચિનના લગ્નએ અનોખી ઈચ્છા શક્તિ જ નહીં પણ રામમંદિર માટેની ખુશી પણ દર્શાવી છે. નિધી અર્પણ કરવાના સંકલ્પને લઈ એક રાષ્ટ્ર ભાવના સાથે જોડી સમાજને દાન માટેની ઉદાર ભાવના તરફ પ્રેરવાનો અનોખો સંદેશો આપ્યો છે.

 

આ પણ વાંચો: VADODARA : વોર્ડ નં.16માં કોંગ્રેસના બે નેતાઓએ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું