આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ‘ભારે’, હવામાન વિભાગે આ શહેરોમાં કરી છે અતિભારે વરસાદની આગાહી

|

Aug 07, 2022 | 7:41 AM

Weather Update : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે, હવામાન વિભાગે આ શહેરોમાં કરી છે અતિભારે વરસાદની આગાહી
heavy rain in gujarat

Follow us on

ફરી એકવાર મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 7 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad)ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ 80 ટકા વરસાદ થવાની સંભાવના છે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન 60 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની 50 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન 60 ટકા વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં 80 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં અતિભારેવરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળા વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.

દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન 60 ટકા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન 60 ટકા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન 60 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન 70 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 જોવા મળશે.તો 60 ટકા વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે તેમાં ફેરફાર આવી શકે છે.)

 

Published On - 6:45 am, Sun, 7 August 22

Next Article