Video: ભાદર ડેમની મુખ્ય કેનાલમાં કેમિકલ ઠલવાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન, અનેક રજૂઆતો બાદ પણ નથી થતી કાર્યવાહી

|

Feb 19, 2023 | 10:24 PM

Rajkot: ધોરાજીમાંથી પસાર થતી ભાદર 1 ડેમની મુખ્ય કેનાલમાં કેમિકલ માફિયાઓ સિલિકેટ નામનું કેમિકલ ઠાલવતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે.

Video: ભાદર ડેમની મુખ્ય કેનાલમાં કેમિકલ ઠલવાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન, અનેક રજૂઆતો બાદ પણ નથી થતી કાર્યવાહી
કેમિકલ કેનાલમાં ઠલવાતા પાકને નુકસાન

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર 1 ડેમની મુખ્ય કેનાલ કેમિકલ માફિયાઓ દ્વારા સિલિકેટ નામનું કેમિકલ ઠાલવી દેવાતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે તેની સામે શું કોઈ કાર્યવાહી થઈ રહી છે ખરી ? એ સવાલનો જવાબ જાણવાની કોશીષ કરીએ.

ખેડૂતોનો આક્રોશ અમસ્તો જ નથી. ધોરાજીથી પસાર થતી ભાદર 1ની મુખ્ય કેનાલ જાણે કેમિકલ માફીયાઓને માટે કેમિકલ ઠાલવવા માટેનું હબ બની હોઈ એવું લાગી રહ્યું છે. જેતપુરના સાડીના ઉદ્યોગકારો સાડી પ્રિન્ટિંગમાં જે કલર અને કેમિકલ વાપરે છે એમાં એક કેમિકલ હોય છે સિલિકેટ. જે ટેન્કર મારફતે કેનાલમાં ઠાલવી દેવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આ અંગે વેપારીઓ સાથે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ અનેક સવાલો ઉઠાવ્યા છે.

ધોરાજી ભાદર 1 કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતોએ કેનાલમાં ઉતરી અને કેમિકલ માફીયાઓ વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા. એટલું જ નહીં ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ પણ સૂત્રોચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો. કેમિકલ માફીયાઓ સામે કાર્યવાહી કરવા માટે મહેન્દ્ર પાડલીયા આગળ આવે એવી પણ તેમણે માંગ કરી.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ભાદર 1 માંથી કુલ 6 પાણ રવી સિંચાઈ માટે આપવાનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાંથી કુલ 5 પાણ સિંચાઈ માટે આપી દેવામાં આવ્યા છે, જ્યારે હાલ કેનાલની સ્થિતિ એવી છે કે તેમાં સિલીકેટ નામનું કેમિકલ ઠલવાઈ રહ્યું છે. જેનાથી કેનાલ અત્યંત દૂષિત બની છે

કેનાલની અંદર લીલા કલરનું અને સફેદ કલરનું કેમિકલનું છારું જામી ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે જો 6 પાણનું પાણી કેનાલમાં છોડવામાં આવશે તો આ તમામ કેમિકલ ખેડૂતોના ખેતર સુધી પહોંચી જશે અને ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાન પહોંચશે. એટલું જ નહીં જમીન પણ બંજર બની જશે.

આ અંગે ભાદર-1 સિંચાઈ વિભાગના અધિકારીને પૂછતા એમને પણ એ વાતનો સ્વીકાર કર્યો કે થોડા સમય પહેલા ભાદર-1ની કેનાલમાં કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું અને હાલ જે ખેડૂતોની ફરિયાદ મળી છે, હવે કેનાલમાંથી માટીના નમુના લેબમાં ટેસ્ટીંગ માટે મોકલાયા છે. રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: Gujarati Video: ધોરાજીમાં પશુઆહાર અને ઘાસચારાના સતત વધતા ભાવથી પશુપાલકો પરેશાન

આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે આ કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી માટે આવું કંઈક કહ્યું. ધોરાજીની ભાદર એકની કેનાલકાંઠાના વિસ્તારના ખેડૂતો હવે કેમિકલ માફિયાઓથી ત્રસ્ત છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે મળી અને આ કેમિકલ ઠલવતા માફીયાઓ સામે કાર્યવાહી કરવામાં આગળ આવે એવી ધોરાજીના ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી- ધોરાજી

Published On - 10:23 pm, Sun, 19 February 23

Next Article