વ્યાજનું વિષચક્ર, રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના આતંક સામે કરી ફરિયાદ

|

Mar 31, 2023 | 8:17 PM

મનુ ચાવડા અને યુવરાજ ડવને ચૂકવવા માટે ભરત ચાવડા અને તેના ભાઇ બાબુ પાસેથી 10 ટકા લેખે રૂ.10 લાખ લીધા હતા. તેજા જળુ પાસેથી 10 ટકા લેખે 4.50 લાખ, પપ્પુ ચાવડા પાસેથી 5 ટકા લેખે રૂ.2 લાખ લીધા હતા. આમ વ્યાજખોરોને ચૂકવવા માટે એક પછી એક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લેતા પોતે વ્યાજના વમળમાં ફસાઇ ગયો હતો.

વ્યાજનું વિષચક્ર, રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના આતંક સામે કરી ફરિયાદ
Rajkot Aaji Dam Police Station

Follow us on

રાજકોટ શહેરના સરધાર ગામના અને હાલ છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેતા વિશાલ મગનલાલ ઉંજિયા નામના વેપારીએ ઉમરાળી ગામના મનુ રામ ચાવડા, યુવરાજ સુખા ડવ, ભરત વિરા ચાવડા, બાબુ વિરા ચાવડા, તેજા અમરા જળુ અને રાજકોટના પપ્પુ પ્રભાત ચાવડા એમ કુલ છ વ્યાજખોરો સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ મુજબ, તે અગાઉ ફ્રૂટનો ધંધો કરતો હતો. ધંધામાં ખાસ કમાણી ન થતાં ચાર વર્ષ પહેલાં વ્યાજખોર મનુ ચાવડા પાસેથી 10 ટકાના વ્યાજે રૂ.10 લાખ લીધા હતા. જેની સામે તેણે પોતાની સહી કરેલા ચાર ચેક તેમજ કોરા કાગળમાં સહી કરાવી હતી. ધંધાની ખોટ પૂરી કરવા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ ખોટ તો પૂરી ન થઇ શકી. મનુ ચાવડાને ચૂકવવા માટે યુવરાજ ડવ પાસેથી 10 ટકાના વ્યાજે 5 લાખ લીધા હતા.

બાદમાં મનુ ચાવડા અને યુવરાજ ડવને ચૂકવવા માટે ભરત ચાવડા અને તેના ભાઇ બાબુ પાસેથી 10 ટકા લેખે રૂ.10 લાખ લીધા હતા. તેજા જળુ પાસેથી 10 ટકા લેખે 4.50 લાખ, પપ્પુ ચાવડા પાસેથી 5 ટકા લેખે રૂ.2 લાખ લીધા હતા. આમ વ્યાજખોરોને ચૂકવવા માટે એક પછી એક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લેતા પોતે વ્યાજના વમળમાં ફસાઇ ગયો હતો.

વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે

બીજી તરફ ધંધો પણ સરખો ચાલતો ન હોય પોતે રાજકોટ છોડી રાજસ્થાન જતો રહ્યો હતો. બે મહિના પહેલા પરત રાજકોટ આવ્યાની છએય વ્યાજખોરોને જાણ થતા તેઓ” મારી પાસે આવી વ્યાજ અને મૂળ રકમ ચૂકવવા દબાણ કરવા લાગ્યા હતા”. જેને કારણે પોતે ફરી રાજસ્થાન જતો રહ્યો હતો. 15 દિવસ પહેલાં પોતે સરધાર આવતા ફરી બધા વ્યાજખોરો ઘરે આવી છએયે “હવે તારે અમને રૂ.84 લાખની રકમ ચૂકવવી પડશે”. અને જો પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ગુજરાત પોલીસ રાજ્યભરમાં વ્યાજખોરો સામે ખાસ અભિયાન ચલાવી રહી છે પણ શું વ્યાજખોરોના ત્રાસનું દૂષણ આ અભિયાનથી અટકશે?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ પણ  વાંચો : Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

Published On - 8:17 pm, Fri, 31 March 23

Next Article