રાજકોટમાં વધુ બે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, વૃદ્ધાના અવસાન બાદ કેર ટેકરે જ પચાવી પાડ્યુ ઘર

|

Apr 05, 2023 | 6:04 PM

Rajkot News: ઓગસ્ટ 2022માં જગદીશભાઈએ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી આપી હતી અને 15 માર્ચે મળેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં આ અરજી અંગે FIR કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં વધુ બે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, વૃદ્ધાના અવસાન બાદ કેર ટેકરે જ પચાવી પાડ્યુ ઘર

Follow us on

રાજકોટ શહેરમાં વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં નિવૃત્ત શિક્ષિકાએ 5 લોકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના પતિએ વર્ષો પહેલા લીધેલી જમીન પર 7 જેટલા મકાન બની ગયા હતા. જેમાંથી 2 મકાન બનાવનાર લોકો સાથે સમજૂતી થઈ હતી અને 5 લોકો જગ્યા ખાલી ન કરતા હોવાથી તેમની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ બીમાર માતાની સારવાર માટે પુત્રએ કેર ટેકર રાખી હતી. જેમાં માતાનું અવસાન થતાં આ કેર ટેકરે વકીલ અને નોટરી સાથે મળીને ખોટા દસ્તાવેજ ઉભા કરીને મકાન પચાવી પાડ્યું હતું. જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 3 લોકો ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો- હનુમાન જયંતીની ઉજવણી માટે સાળંગપુર જવા ઈચ્છતા ભક્તો માટે આ રૂટ ને જાણી લેશો તો મુશ્કેલી નહી પડે

જંકશન પ્લોટ વિસ્તારમાં કેર ટેકર મહિલાએ મકાન પચાવી પાડ્યું

ફરિયાદી જગદીશભાઈ ઝાલાએ TV9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, 2018માં તેમના માતાનું અવસાન થયેલું છે. તેમના માતાની સારવાર માટે જીવતીબેન ચનુરા નામની કેર ટેકર રાખેલી હતી. આ કેર ટેકરે તેમની માતાના અવસાન બાદ પણ ઘર ખાલી નહોતુ કર્યું અને વારસાઈમાં પોતાનું નામ ચઢાવી વકીલ અને નોટરીની મદદથી તેમની વારસાઈના ખોટા કાગળો બનાવી મકાન પચાવી પડેલ હતું અને મકાન ખાલી નહોતા કરી રહ્યા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ઓગસ્ટ 2022માં જગદીશભાઈએ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી આપી હતી અને 15 માર્ચે મળેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં આ અરજી અંગે FIR કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કેર ટેકર જીવતી બેન ચનુરા તેમજ ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદરૂપ થનાર વકીલ હર્ષાબેન મકવાણા અને નોટરી ડી વી ગાંગાણી વિરૃદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરેલી છે.

પરસાણા નગરમાં નિવૃત શિક્ષિકાની જગ્યામાં સાત મકાન બની ગયા

બીજી ફરિયાદમાં નિવૃત શિક્ષિકાના મૃતક પતિની માલિકીની જમીનમાં 7 જેટલા મકાન બની ગયા હતા. જેમાંથી 2 લોકો સાથે સમાધાન થયું હતું અને 5 લોકોએ જગ્યા ખાલી ન કરતા તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. Tv9 સાથે વાતચીતમાં ફરિયાદી લલિતાબેન રૂપારેલિયાએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન કબાટ સાફ કરતા એક ફાઈલ મળી આવી હતી.

જેમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમના પતિના નામની 1700 ચોરસ વાર જમીન પરસાણા નગરમાં આવેલી છે. આ જમીન 1963માં લીધી હતી અને તેનો તમામ વહીવટ તેમના પતિ જ કરતા હોવાથી તેમને આ જમીન અંગે કોઈ ખ્યાલ નહોતો. જેથી તેમના દીકરા સાથે તેઓ સ્થળ પર તપાસ કરવા ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, આ જગ્યા પર 7 મકાન બની ગયેલા છે.

બે લોકો સાથે સમાધાન થતા મકાન ખાલી થયા

આ 7 દબાણ ધારકો પૈકી શાંતાબેન પરમાર સાથે સમજૂતી થઈ હોવાથી તેઓએ જગ્યા સોંપી દીધી હતી. આ ઉપરાંત રમેશ ભાઈ ડાંગરે રેલવેના દબાણ વાળી જમીન ફરિયાદી સાથે વેચાણ કરવાની સમજૂતી કરી હોવાથી તેમની સાથે પણ સમાધાન થયું હતું, પરંતુ અન્ય 5 દબાણ ધારકો મકાન ખાલી નહોતા કરતા, જેથી તેઓએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હતી.

જેમાં સમિતિ દ્વારા FIR કરવાનો આદેશ થતાં દબાણ ધારકો કાનાભાઈ સોલંકી,સંજય ભાઈ વાઘેલા, નારણભાઈ પુરબિયા,અમૃતાબેન ચૌહાણ અને બટુક ભાઈ વાઘેલા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી નારણ પુરબિયા,બટુક વાઘેલા અને સંજય વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article