સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા સામેની ફરિયાદમાં નવો વળાંક, કમલેશ જોષીપુરાએ કહ્યું માત્ર ફરિયાદીનો દાવો

|

Nov 02, 2021 | 6:55 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાએ(Kamlesh Joshipura)નિવેદન આપ્યું છે કેફરિયાદીનો દાવો છે કે કુલપતિ તરીકે મારી સમક્ષ રજૂઆત થઈ હતી. તેમજ આ મુદ્દાને ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો છે.

રાજકોટની(Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના(Saurashtra University)કાયદા ભવનના વડા સામે થયેલી આંતરિક ફરિયાદના મામલે પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાએ(Kamlesh Joshipura)નિવેદન આપ્યું છે કે મારી સામે કોઇ આક્ષેપ નથી. તેમણે કહ્યું કે ફરિયાદીનો દાવો છે કે કુલપતિ તરીકે મારી સમક્ષ રજૂઆત થઈ હતી.
તેમજ આ મુદ્દાને ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ ડૉ. આનંદ ચૌહાણ સામે એક યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો. પીડિતાએ 2007 થી 2020 સુધી વારંવાર શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે કુલપતિને અરજી કરી છે. પીડિતાએ પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાના કહેવાથી વારંવાર શોષણ કર્યાના સનસનીખેજ આક્ષેપ પણ લગાવ્યા છે.

ચૌહાણ પહેલા વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે પીડિતાએ તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું જણાવ્યું. સાથે કામ કરતા સમયે અને પછી પીએચડીમાં પાસ કરાવી આપવાની કે યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાએ અગાઉ કુલપતિને વારંવાર કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો આગળ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ આનંદ ચૌહાણે પોતાની પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા. ડૉક્ટર આનંદે કહ્યું કે હું ક્યારેય મહિલાને મળ્યો નથી. કે તેણે મારી સાથે ક્યારેય કામ પણ કર્યું નથી. આ મહિલા પીએચડીમાં પાસ ન થયા હોવાથી મારા પર ખોટા આક્ષેપ કરીને દબાણ ઉભુ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું આ મોટું નિવેદન

આ પણ વાંચો :  ખેડાના નડિયાદમાં હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે 59 આરોપીને સજા ફટકારી

Next Video