Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

આ કંપની દેશની બીજી સૌથી મોટી કંપની છે. આ કંપનીનો બિઝનેસ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલો છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 5 હજાર છે. જેમાં 50 ટકાથી વધારે મહિલાઓ છે. ચંદુભાઈ વીરાણી તેના સ્થાપક છે. તેમણે વર્ષ 1982માં પોતાના ઘરના શેડમાં બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તે 5000 કરોડને પાર કરી ચુક્યો છે.

Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે
| Updated on: Apr 30, 2024 | 2:45 PM

બાલાજી વેફર્સ એક પ્રખ્યાત નમકીન બ્રાન્ડ છે. આ કંપની ચિપ્સ અને સ્નેક્સનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. તેનો બિઝનેસ ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. તેની શરૂઆત 10 હજાર રૂપિયાથી કરવામાં આવી હતી. ચંદુભાઈ વિરાણીએ આ પૈસાથી ઘરે બનાવેલી ચિપ્સ બનાવવાની શરૂઆત કરી, જે લોકોને ખૂબ પસંદ પડી. ધીમે ધીમે ધંધો વધવા લાગ્યો. આજે આ કંપનીનું ટર્નઓવર હજારો કરોડમાં છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ચંદુભાઈએ 10માં પછી અભ્યાસ કર્યો ન હતો. તેમણે ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે સિનેમાની કેન્ટીનમાં કામ કર્યું અને ફિલ્મોમાં પોસ્ટર પણ ચોંટાડ્યા હતા. એકવાર ભાડું ન ચૂકવવાને કારણે તેમને ભાડાનું મકાન ખાલી કરવું પડ્યું હતું. પરંતુ તેમણે હાર માની ન હતી. ખેડૂત પરિવારમાંથી આવે છે ચંદુભાઈ વિરાણી વર્ષ 1972માં ચંદુભાઈના પિતા રામજીભાઈ વીરાણી ખેડૂત હતા. તેમણે તેના ત્રણ પુત્રો મેઘજીભાઈ, ભીખુભાઈ અને ચંદુભાઈને 20 હજાર રૂપિયા આપ્યા. તે સમયે ચંદુભાઈ વિરાણી માત્ર 15 વર્ષના હતા અને તેમનો પરિવાર જામનગરના ધુન ધોરાજી ખાતે રહેતો હતો....

Published On - 4:28 pm, Fri, 26 April 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો