ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. મોરબી જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેસાડવામાં આવેલા ઇન્ડિયા માર્ક-2 હેન્ડપંપ રિપેરિંગની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે. 24 માસ માટે લાઇટ ડીજીટ વાહન ડ્રાયવર તથા ચાર શ્રમિકો સાથે ભાડાવડીએ 24 માસ માટે પૂરા પાડવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરાયુ છે.
આ પણ વાંચો-
આ ટેન્ડરની અંદાજીત કિંમત રુ. 15.15 લાખ રાખવામાં આવી છે. જેના માટે ભાવ ઓનલાઇન માગવામાં આવે છે. રસ ધરાવનારા ઇજારદારોએ ઓનલાઇન 16 માર્ચ 2023ના સાંજે 6 કલાક સુધીમાં ભાવો ભરવાના રહેશે. તથા ફિઝીકલ સબમીશનની છેલ્લી તારીખ 17 માર્ચ 2023 બપોરે 3 કલાક સુધીની છે. આ કામ અંગેની વિગતે માહિતી રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા કાર્યપાલક ઇજનેરની કચેરીમાંથી મેળવી શકાશે.