Rajkot: વિદ્યાર્થીઓએ પ્રેમિકાને પુષ્પ નહીં, અબોલ પશુને રોટલી આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી

|

Feb 14, 2022 | 4:24 PM

રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજે 150 કિલો લોટમાંથી 10થી 11 હજાર જેટલી રોટલી તૈયાર કરવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પશુઓને ખવડાવીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી

Rajkot: વિદ્યાર્થીઓએ પ્રેમિકાને પુષ્પ નહીં, અબોલ પશુને રોટલી આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી
રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિધાર્થીઓએ પશુઓ માટે રોટલીઓ તૈયાર કરી

Follow us on

વેલેન્ટાઇન ડે  (Valentine’s Day  ) એટલે પ્રેમનો પર્વ,રાજકોટના યુવકોએ આ પર્વને અબોલ પશુઓ (animal) ને રોટલી આપીને ઉજવ્યો છે.રાજકોટની વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ (Students) એ આજે વેલેન્ટાઇન ડેના દિવસે 150 કિલો લોટથી તૈયાર કરેલી 10 હજારથી 11 હજાર જેટલી રોટલી તૈયાર કરવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પશુઓ ગાય, કુતરાને ખવડાવીને ઉજવવામાં આવી હતી.

બાળકોએ પોતે મહેનત કરીને આ રોટલી તૈયાર કરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કર્યું હતું આ કામમાં વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકોએ પણ સહકાર આપ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓએ અનોખી રીતે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

શાળાના શિક્ષકોના સહકારથી તૈયાર કરી રોટલી

વિદ્યાર્થીઓની આ સેવાકીય પ્રવૃતિમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. શિક્ષકો દ્વારા બહારથી રોટલી બનાવવા માટે ખાસ બહેનો બોલાવવામાં આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી રોટલી તૈયાર કરીને લાવ્યા હતા જેના આધારે 10 થી 11 હજાર જેટલી રોટલીઓ તૈયાર કરવામાં આવી હતી જેને બાળકોએ અલગ અલગ વિસ્તારોમાં અબોલ પશુઓને ખવડાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પુલવામાના શહિદોને બાળકોએ આપી શ્રધ્ધાંજલિ

વેલેન્ટાઇન ડેને પશ્વિમી સંસ્કૃતિ નહિ પરંતુ ભારતીય પરંપરાથી ઉજવવાના નિર્ણયની સાથે સાથે વિદ્યાર્થીઓએ પુલવામાં શહિદ થયેલા સૈનિકોને બાળકોએ શ્રધ્ધાંજલિ આપી હતી. તમામ બાળકોએ શાળામાં બે મિનીટનું મૌન પાળીને આ સૈનિકોને યાદ કર્યા હતા અને તેને શ્રધ્ધાંજલિ આપી હતી.

વિદ્યાર્થીઓેએ અબોલ જીવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો-આચાર્ય

આ અંગે વિરાણી સ્કૂલના આચાર્ય હિતેન્દ્રસિંહ ડોડિયાએ કહ્યું હતું કે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ ત્યારે આજના દિવસે વિદ્યાર્થીઓ રોટલી તૈયાર કરીને ગાયોને ખવડાવીને અબોલ જીવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.દર વર્ષે વિરાણી હાઇસ્કૂલ વેલેન્ટાઇન ડેના દિવસે માતા પિતાની પુજા કરે છે પરંતુ કોરોના કાળને કારણે આ વર્ષે ગાયોને રોટલી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગુરુવારથી શરૂ થશે આંગણવાડી અને પ્રિ સ્કૂલો, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

આ પણ વાંચોઃ Real Valentine: રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી લકવાગ્રસ્ત પતિની સેવા કરે છે પત્ની

Published On - 4:24 pm, Mon, 14 February 22

Next Article