
રાજકોટની(Rajkot)સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) કુલપતિ તરીકે ડોક્ટર ગિરીશ ભીમાણીએ ચાર્જ લીધો ત્યારે પરીક્ષાની પ્રક્રિયા પારદર્શક થાય તે માટે તમામ પ્રકારની પરીક્ષા(Examination)સીસીટીવી ફૂટેજ ની નજર હેઠળ કરવા અને આ ફૂટેજ યુનિવર્સિટીની વેબસાઈટ પર કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તે રીતે રાખવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં એક પરીક્ષા આ પ્રમાણે લેવાય પણ ખરા અને તેના ફૂટેજ સાર્વજનિક કરવામાં આવ્યા પરંતુ હવે યુનિવર્સિટીને પરીક્ષા ચોરી માટે જાણે કોલેજોને મોકલું મેદાન આપવું હોય તે રીતે અને પોતાના કારનામાઓ છતાં ન થાય તે માટે તાજેતરમાં મળેલી સિન્ડિકેટ ની બેઠકમાં આ સીસીટીવી ફૂટેજ સાર્વજનિક ન કરવાની અને માત્ર યુનિવર્સિટી પૂરતા મર્યાદિત રાખવાની જાહેરાત કરાતા પારદર્શક પરીક્ષાની પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
યુનિવર્સિટીના સતાધીશો કોલેજોના પ્રિન્સિપાલ પરીક્ષા કામગીરી સાથે જોડાયેલા લોકો અને મીડિયા ફૂટેજ જોઈ શકશે
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે સાર્વજનિક સીસીટીવી ફૂટેજ કરવાને કારણે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી શકે છે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સિન્ડિકેટ ની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશો પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા લોકો વિવિધ કોલેજોના આચાર્યો તથા પત્રકારો આ સીસીટીવી ફૂટેજ જોઈ શકશે આ સીસીટીવી ફૂટેજ સાર્વજનિક ન કરવા પાછળનો અન્ય કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું.
આ અંગે NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે પરીક્ષા ચોરીની ઘટનાઓથી યુનિવર્સિટીની શાખ ખરડાઈ હતી અને તેના કારણે જ પારદર્શક વહીવટ કરવા યુનિવર્સિટી દ્વારા સીસીટીવી ફૂટેજ સામાન્ય લોકો પણ જોઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી પરંતુ કુલપતિ દ્વારા કેટલાક લોકોને છાવરવા માટે આ પ્રકારે સીસીટીવી ફૂટેજ સામાન્ય લોકો ન જોઈ શકે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો આગામી દિવસોમાં વિરોધ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા શિક્ષણનું વેપારીકરણ કરતી કેટલીક સંસ્થાઓને છાવરવા માટે આ પ્રકારે ગોઠવણ કરી રહી છે મીડિયાના મિત્રો દરેક પરીક્ષામાં દરેક સમયે સીસીટીવી ફૂટેજ ની સામે બેસી ન રહે ત્યારે જો યુનિવર્સિટી ખરેખર પારદર્શકતા જાળવવા માગતી હોય તો સીસીટીવી ફૂટેજ સાર્વજનિક કરવા જોઈએ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ નિર્ણય જાહેર કર્યા બાદ યોજાયેલી લો ની પરીક્ષામાં કેટલાક સેન્ટરો પર વિદ્યાર્થીઓ પરીક્ષા ચોરી કરતા નજરે પડ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. જો કોઈ યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી ત્યારે ખરા અર્થમાં એ સવાલ ઉભો થાય કે શું યુનિવર્સિટી દ્વારા કેટલીક કોલેજોને છાવરવા માટે જ આ નિર્ણય પાછો ખેંચાયો છે.