રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો, ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય

|

Oct 14, 2021 | 2:35 PM

ગોંડલ માર્કેટ યાર્ડ માં ભગવો લહેરાયો છે તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થયા છે મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા હતા ભાજપ માં વિજયનો જશ્ન થતાં અનેક સમર્થકો ઉમટી પડ્યા હતા.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા રાજકોટના(Rajkot)   ગોંડલ માર્કેટ યાર્ડની(Gondal Market Yard)  ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીનો પ્રારંભ થયો હતો. હાલ મતગણતરી પુરી થતા જેમાં ૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ જેટલા મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને ૧૮ મત મળ્યા હતા.

જયારે ગોંડલ માર્કેટ યાર્ડ માં ભગવો લહેરાયો છે તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થયા છે મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા હતા ભાજપ માં વિજયનો જશ્ન થતાં અનેક સમર્થકો ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જ્યારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી

ગોપાલભાઈ શિંગાળા – ૫૩૩

અલ્પેશભાઈ ઢોલરીયા – ૫૧૮

જગદીશભાઈ સાટોડિયા – ૫૨૧

કુરજીભાઈ ભાલાળા – ૫૪૨

કચરાભાઈ વૈષ્ણવ – ૫૨૬

ધીરજલાલ સોરઠીયા – ૪૯૭

વલ્લભભાઈ ડોબરીયા – ૫૩૩

ધર્મેન્દ્રસિંહ જાડેજા – ૫૨૮

નાગજીભાઈ પાંચાણી – ૫૩૩

મનીષભાઈ ગોળ – ૪૫૨

સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા બિનહરીફ થઇ હતી

Published On - 1:52 pm, Thu, 14 October 21

Next Video