ગુજરાતમાં ચાર કોર્પોરેશને નોન વેજ સ્ટોલ દૂર કરવાના આદેશ બાદ લારી સંચાલકોમાં રોષ

| Updated on: Nov 13, 2021 | 7:46 PM

રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા નોન વેજ લારી બંધ કરવા આદેશ  કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ  કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.

જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશને પણ ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો.

અમદાવાદ જિલ્લા ક્લેક્ટરની કચેરી બહાર લારી-પાથરણાવાળાઓએ પ્લે કાર્ડ દર્શાવી સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો.આ વિરોધ કરનારા લારી-પાથરણાવાળાઓને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે..

નોનવેજ વિક્રેતાઓ હવે જાહેરમાં ન દેખાય એવી રીતે જ વેચાણ કરી શકશે.ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, જાહેર માર્ગો,તળાવો રસ્તાઓ પરથી નોનવેજ, ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ જૂનાગઢમાં પણ ઈંડા અને નોનવેજ તેમજ ખાણી-પીણીની નડતરરૂપ લારીઓ દૂર કરવા સૂચના આપવામાં આવી છે.સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાએ અધિકારીઓને આદેશ કર્યો છે કે, નોનવેજ ઈંડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની લારીઓ હટાવે.

આ પણ વાંચો : અમદાવાદ : મહેસૂલ પ્રધાનના નિવેદન મામલે લારીગલ્લા-પાથરણા સંઘમાં રોષ, પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો :અમદાવાદ : દિવાળી બાદ લોકોનું શહેર તરફ પ્રયાણ, કોરોના ટેસ્ટિંગને લઇને બેદરકારી

Published on: Nov 13, 2021 07:44 PM