નકશો બદલાયો કે નિયત ? : રાજકોટ મહાનગરપાલિકાએ 34 વર્ષ બાદ સોસાયટીમાંથી રોડ કાઢી 115થી વધુ મકાન કપાતમાં નાખ્યાં

|

Nov 30, 2021 | 4:31 PM

કોર્પોરેશનના આ અણધડ નિર્ણયના કારણે અંકુરનગર સોસાયટીના અનેક લોકોના મકાન કપાતમાં જવાથી લોકોમાં રોષ ફેલાયો છે.સોસાયટીના 115થી વધુ મકાન કપાતા જતા વર્ષોની મહેનત કરી મરણ મૂડીથી મકાન બનાવેલા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

RAJKOT : સામાન્ય રીતે કોઈ સોસાયટી બને, કોઈ વિસ્તારમાં પહેલેથી ટીપીને મંજૂરી આપી દેવામાં આવે છે કે પછી રોડની જગ્યા છોડી દેવામાં આવે.પરંતુ રાજકોટ મહાનગર પાલિકાને 34 વર્ષે અંકુરનગર સોસાયટીમાંથી રોડ કાઢવાનું બ્રહ્મજ્ઞાન થયું છે.કોર્પોરેશનના આ અણધડ નિર્ણયના કારણે અંકુરનગર સોસાયટીના અનેક લોકોના મકાન કપાતમાં જવાથી લોકોમાં રોષ ફેલાયો છે.સોસાયટીના 115થી વધુ મકાન કપાતા જતા વર્ષોની મહેનત કરી મરણ મૂડીથી મકાન બનાવેલા લોકોમાં આક્રોશ ફેલાયો છે.મકાન ગુમાવવાની જાણ થતા અનેક લોકોના આંખમાંથી આસું સરી પડ્યા.પોતાનું મકાન બચાવવા લોકોએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.આ વિસ્તારના નકશામાં ફેરફાર કરાયાનો સ્થાનિકોનો આક્ષેપ છે.રાજકીય વગ ધરાવતા વ્યક્તિની બિલ્ડીંગ બચાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

બીજી તરફ રાજકોટના મેયર પ્રદીપ ડવે સ્થાનિકોના આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે, લાઇન ઓફ પબ્લીક શીટ તૈયાર કરવામાં આવી છે.1 મહિનામાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.વાંધા સૂચનો મુજબ રોડમાં કપાત કરવાની થાય તો અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની ખાતરી આપી છે.જો કે, મેયરનું એ પણ કહેવું છે કે, હાલમાં આ ઠરાવ જનરલ બોર્ડમાં પાસ થયો છે હજુ માર્કિંગ સર્વે અને નોટિસની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

પરંતુ અહીં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે 34 વર્ષે કેમ મહાનગર પાલિકા જાગી ? 34 વર્ષ બાદ કાર્યવાહી કેમ કરવામાં આવી? મકાનો કાયમી થશે તેવો ભરોસો ભૂતકાળમાં કેમ અપાયો? શું સરકાર સ્થાનિકોને ન્યાય અપાવશે? નકશામાં ફેરફાર કરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કેટલો સાચો? 115 મકાનો તૂટશે તો પરિવારોનું શું થશે?

આ પણ વાંચો :ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફટી મુદ્દે આકરું વલણ અપનાવ્યું, ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાયર્વાહી કરવા આદેશ

આ પણ વાંચો : અમદાવાદ : સાબરમતી નદીમાં પ્રદુષણ મામલો, HCએ કોર્પોરેશનની કામગીરીની નોંધ લીધી

Next Video