આજે વેલેન્ટાઇન (Valentine) ડે છે. પ્રેમનો એકરાર કરવાનો આજે દિવસ છે. યુવાનો લાલ કપડાં સાથે આજના દિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ જેમને લગ્નના ફેરા સાથે સાત જન્મ સાથે રહેવાના સોગંધ ખાધા હોય તેવા દંપતિની પ્રેમ કહાની પણ વિશેષ હોય છે. આવું જ એક દંપતિ છે રાજકોટ (Rajkot) નો વરડવા પરિવારછે. જેમાં છેલ્લા 15 વર્ષથી લકવાગ્રસ્ત પતિની એક પત્ની સેવા કરે છે.
આજથી 15 વર્ષ પહેલાં જિગ્નેશભાઈ વરડવાને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. ત્યાર બાદ જિગ્નશભાઈ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તેના અંગ કામ કરતાં ન હોવાથી તે પોતાની મેળે હલન ચલન પણ કરી શકતા નથી. આવી કપરી સ્થિતિમાં તેમના પત્ની (Wife) હેતલબેને હિંમતભેર પરિવારની જવાબદારી સંભાળવાની સાથે પતિ (husband) ની પણ સેવા કરવા લાગી. આ વાતને આજે 15 વર્ષ વીતી ગયાં છે. હેતલબેન આજે પણ એક નાના બાળકની જેમ પતિની સંભાળ રાખી રહ્યાં છે અને સાથે ઘરની જવાબદારી પણ સંભાળી રહ્યાં છે.
રાજકોટમાં રહેતા અને સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા જિગ્નેશભાઇ વરવડા 15 વર્ષ પહેલા એક અકસ્માતમાં લકવાગ્રસ્ત થયાં હતા તેઓના શરીરના અંગ કામ ન કરતા હોવાથી તેના પત્નિ હેતલબેન તેમની સેવા કરે છે,એક બાળકને જે રીતે તેની દૈનિક ક્રિયાઓ અને ઉછેર કરવો પડે તે રીતે હેતલબેન જિગ્નેશભાઇની સેવા કરે છે.
હેતલબેન તેના પતિ જિગ્નેશભાઇની સેવા કરે છે તેની સાથે સાથે તેનો વ્યવસાય પણ સંભાળે છે.પતિના લકવાગ્રસ્ત થયા પછી હેતલબેને પોતે સોનાના દાગીના બનાવવાનું શીખ્યા અને ઘરની સાથે પરિવારનું ભરણપોષણ પણ કરે છે.જિગ્નેશભાઇ અને હેતલબેનને બે બાળકો પણ છે.તેની પણ સંભા ળ લે છે.
પતિવ્રતા પત્નિની જેમ સેવા કરતા હેતલબેન ઘરકામ સાથે વ્યવસાય પણ સંભાળે છે.આ અંગે જિગ્નેશભાઇએ કહ્યું હતું કે ૧૯ વર્ષ પહેલા લગ્ન થયાં હતા.૧૫ વર્ષ પહેલા પાડોશીના ઝધડામાં હું વચ્ચે પડ્યો હતો ત્યારે મને પેરેલેસિસનો એટેક આવ્યો હતો અને હું બે મહિના સુધી કોમામાં રહ્યો હતો.ત્યારબાદ જીવન નિર્વાહ કરવું ખુબ જ મુશ્કેલ પડી રહ્યુ હતું.પરંતુ મારી પત્નિએ બિઝનેસ સંભાળીને ઘરનો આધાર બન્યા છે અને આઇ બી જવેલર્સ નામનો શો રૂમ પણ ચલાવે છે.
Published On - 1:46 pm, Mon, 14 February 22