GONDAL APMCમાં લાલ મરચાં અને સફેદ ડુંગળીની થઈ પુષ્કળ આવક
લાલ મરચા

GONDAL APMCમાં લાલ મરચાં અને સફેદ ડુંગળીની થઈ પુષ્કળ આવક

| Edited By: | Updated on: Jan 19, 2021 | 8:54 AM

GONDAL APMCમાં ગોંડલીયા લાલ મરચાં અને સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ગોંડલીયા લાલ મરચાંની 10,000 થી વધુ ગુણીની આવક થઈ હતી.

GONDAL APMCમાં ગોંડલીયા લાલ મરચાં અને સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ગોંડલીયા લાલ મરચાંની 10,000 થી વધુ ગુણીની આવક થઈ હતી. GONDAL APMCમાં ગોંડલીયા લાલ મરચાંના રૂ.2600 થી રૂ.3300 સુધીના ભાવ બોલાયા હતા. પુષ્કળ પ્રમાણમાં મરચાંની આવક થતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા મરચાની આવક બંદ કરવાની ફરજ પડી હતી.

સફેદ ડુંગળીની વાત કરીએ તો GONDAL APMCમાં સફેદ ડુંગળીની 9000થી વધુ ગુણીની આવક થઈ હતી. સફેદ ડુંગળીના ભાવ રૂ.180થી રૂ.350 સુધી બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીના ભાવ રૂ.100 થી રૂ.450 સુધી બોલાયા હતા. GONDAL APMCમાં લાલ અને સફેદ ડુંગળીની થઈને અંદાજે 20,000 થી વધુ ગુણીની આવક થઈ હતી.

 

આ પણ વાંચો: દંપતિનો અંગત પળોનો વિડીયો મેળવી વાઈરલ કરવાની આપી ધમકી, જુઓ VIDEO

Published on: Jan 19, 2021 08:53 AM