સુદાનમાં સિવિલ વોરની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ”ઓપરેશન કાવેરી” શરુ કરાવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદ ખાતે પહોંચેલા યાત્રીકોને ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા જી.એસ.આર.ટી.સી દ્વારા પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ ચાર બસોમાં રાજકોટના 148લોકોને રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બે વૃધ્ધ પેસેન્જરોને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
ઢોલ નગારાના તાલ વચ્ચે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર અને પ્રાંત અધિકારી સંદિપ વર્મા દ્વારા યાત્રીકોને હાર પહેરાવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. સુદાનથી પરત આવેલા લોકોએ રાજકોટમાં પગ મૂકતા રાહતનો શ્વાસ લીધો હતો.
એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવેલા બે વૃધ્ધ પેસેન્જરો પૈકી 86 વર્ષીય જ્યોત્સનાબેન કોઠારીનું સ્વાગત મામલતદાર જાનકી પટેલ તેમજ 103 વર્ષના લાભુબેન બાટવીયાનું સ્વાગત મામલતદાર કે.એ.કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad : ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનુ હર્ષ સંઘવીએ કર્યુ ઉષ્માભેર સ્વાગત
સુદાનથી પરત ફરતા યાત્રીઓની વતન પરત ફરતા તેમના આપ્તજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. ભવનીશ હર્ષદભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના 12 વ્યક્તિઓ સાથે અમે શાંતીથી રાજકોટ પહોંચી ગયા છીએ. અમને વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી હતી તે બદલ તેમનો આભાર શબ્દોમાં વ્ય્ક્ત કરી શકાય તેમ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:02 am, Wed, 3 May 23