Rajkot: વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલનો આજે સંવાદ કાર્યક્રમ, ભાજપની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે

|

Jul 22, 2022 | 9:48 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિશન 182ને પાર પાડવા માટે ભાજપ (BJP) વિવિધ જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ કરી રહી છે.

Rajkot: વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલનો આજે સંવાદ કાર્યક્રમ, ભાજપની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે
C R Patil in Rajkot

Follow us on

ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો (CR Paatil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં તેઓ દરેક જિલ્લામાં ડોક્ટર, વકીલ, સાધુસંતો, ઉદ્યોગપતિ, શ્રમિકો તેમજ ગંગાસ્વરૂપા બહેનો સાથે સંવાદ કરે છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરે છે. ત્યારે હવે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલ આજે રાજકોટમાં છે.

સી.આર.પાટીલે ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી

ગુજરાતમાં વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આજે રાજકોટમાં કાર્યક્રમ છે. રાજકોટ પહોંચતા જ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.

અનેક લોકો સાથે સંવાદ કાર્યક્રમ

આજે તેઓ રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો, કલાકારો સાથે બેઠક કરશે. દિવ્યાંગો, વિદ્યાર્થીઓ તથા શ્રમિકો અને વિધવા બહેનો સાથે પણ સંવાદ કરશે. બપોરે 12.30 કલાકે શિક્ષકો, નિવૃત અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ પાટીલ સ્વામીનારાયણ અક્ષર મંદિર ખાતે સહકારી આગેવાનો, ખેડુત આગેવાનો, સામાજીક આગેવાનો તથા સરપંચો સાથે બેઠક યોજશે. સાંજે 5 કલાકે તેઓ સંઘ કાર્યાલયની મુલાકાત લેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મિશન 182ને પાર પાડવા કવાયત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિશન 182ને પાર પાડવા માટે ભાજપ વિવિધ જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ કરી રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેજ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે. જેના ભાગરુપે રાજકોટમાં ભાજપનો વન-ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાશે.

આ દરમિયાન તેઓ રાજકોટ જિલ્લામાં ભાજપની (BJP) સ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં બુથ અને પેજ સમિતિની પણ સમીક્ષા કરશે. સાથે સાથે ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા સભ્યોની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે અને ત્યારબાદ રાજકોટમાં ભાજપને વધુ બેઠક મળે તે માટેનો રોડમેપ તૈયાર કરશે.

Next Article