Rajkot: ઘરે કામ કરતા ઘરઘાટીની પોલીસમાં નોંધ નહીં કરાવો તો થશે મુશ્કેલી, જાણો રાજકોટ પોલીસે શું કરી કાર્યવાહી

|

Oct 08, 2022 | 6:18 PM

Rajkot: રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ હવે શહેરના મોટા બંગલાઓ અને મકાનોમાં કામ કરતા ઘરઘાટી, રસોયા, ડ્રાઈવર, મજૂરી માટે કામ કરતા લોકોનું રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત કરવામાં આવ્યુ છે.

Rajkot: ઘરે કામ કરતા ઘરઘાટીની પોલીસમાં નોંધ નહીં કરાવો તો થશે મુશ્કેલી, જાણો રાજકોટ પોલીસે શું કરી કાર્યવાહી
File Image

Follow us on

રાજકોટ (Rajkot) શહેર પોલીસ કમિશનરે (Commissioner) જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં તમારા ઘરમાં કામ કરતા ઘરઘાટી, રસોયા, ડ્રાઇવર, મજૂરી માટે કરતા લોકોનું રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. જો આ લોકોનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યુ હોય તો જે તે વ્યક્તિ સામે જાહેરનામા ભંગ હેઠળ પોલીસ કાર્યવાહી કરશે.  શહેરમાં મોટા બંગલાઓ અને મકાનોમાં કામ કરતા ઘરઘાટી, રસોયા, ડ્રાઈવર, મજૂરી માટે લોકો કામ કરતા હોય છે અને આ માટે પોલીસ કમિશનરના જાહેરનામા (Notification) પ્રમાણે આવા લોકોનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે, પરંતુ તમે જો આવું રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. રાજકોટ પોલીસે ઝોન 2 વિસ્તારમાં કે જે રાજકોટનો પોશ વિસ્તાર છે તેવા વિસ્તારોમાં આ પ્રકારે રજીસ્ટ્રેશન ન કરાવનાર 70 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

રાજકોટ પોલીસે બે દિવસ કરી મેગા ડ્રાઈવ

રાજકોટ પોલીસ દ્વારા ઘરમાં કામ કરતા કર્મચારીઓની નોંધણી ન કરીને જાહેરનામાનો ભંગ કરનાર સામે 6 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર બે દિવસ સુધી મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં DCP ઝોન 2ના વિસ્તારમાં આવેલા ACP સાઉથ ઝોનમાં 46 કેસ જ્યારે ACP વેસ્ટ ઝોનમાં 24 કેસ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, સાઘુ વાસવાણી રોડ, મવડી, નાનામૌવા સહિતના પોશ વિસ્તારોનો સમાવેશ થાય છે.

યુનિ.બંગલામાં લૂંટની ઘટના બાદ પોલીસ સફાળી જાગી

રાજકોટમાં 6 ઓક્ટોબરના રોજ સવારના સમયે પ્રભાત સિંઘવ નામના બિલ્ડરના બંગલામાંથી ત્યાં જ કામ કરતા નેપાળી ઘરઘાંટી અને તેની પત્ની અન્ય ચાર શખ્સો સાથે મળીને 35 લાખથી વધુ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા અને બિલ્ડરના પુત્રને પણ બંધક બનાવી દીધો હતો જે બાદ રાજકોટ પોલીસ સફાળી જાગી હતી અને કાર્યવાહીની શરૂઆત કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોલીસે મકાનમાં કામ કરતા લોકોનું રજીસ્ટ્રેશન કરાવવા કરી અપીલ

પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આપના બંગલા મકાનમાં કોઈ વ્યક્તિ ઘરઘાટીનું કામ, ચોકીદારી, ડ્રાઈવીંગ, રસોયા કે મજૂરીનું કામ કરતા હોય કે પછી કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચોકીદારી કે અન્ય કામ કરતા હોય તેનું પોલીસની વેબસાઈટ અથવા સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે. આ પ્રકારે રજિસ્ટ્રેશન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ પોલીસે કહ્યું છે.

Next Article